બર્થડે સ્પેશિયલઃ ગંભીરની પાંચ યાદગાર મોમેન્ટ્સ
ટીમ ઇન્ડિયાના શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેનમાનો એક ગણાતો ગૌતમ ગંભીર આજે ભલે ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો નથી, પરંતુ તેણે અનેક એવી ઇનિંગ રમી છે, જે તેને એક શ્રેષ્ઠ ખેલાડી સાબિત કરે છે. ચેમ્પિયન્સ લીગ અને આઇપીએલ દરમિયાન પણ તેણે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. આજે આ ખેલાડીનો 33મો જન્મ દિવસ છે. દેશભરના ક્રિકેટ ચાહકો તરફથી તેને તેના જન્મ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
ગૌતમ ગંભીરનો જન્મ દિવસ હોય અને તેની યાદગાર મોમેન્ટ્સને યાદ કરવામાં ન આવે તે કેવી રીતે બને. આજે અમે અહીં ગૌતમ ગંભીરની પાંચ એવી યાદગાર મોમેન્ટ્સ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ, જેમાં આઇપીએલની શ્રેણી, ટી20 વિશ્વકપ, વનડે વિશ્વકપ સહિતની મોમેન્ટ્સ છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

2007 ટી20 વિશ્વકપમાં સૌથી વધુ રન
2007માં રમાયેલા પહેલા ટી20માં ગૌતમ ગંભીર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. તેણે પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં 75 રન ફટકાર્યા હતા. તેણે ત્રણ અડધી સદીની મદદથી 37.83ની એવરેજ સાથે ટૂર્નામેન્ટમાં 227 રન બનાવ્યા હતા.

ભારતીય ક્રિકેટની બીજી ‘દિવાલ'
2009માં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન ગૌતમ ગંભીરે શાનદાર ઇનિંગ રમી હતી તેણે 436 બોલનો સામનો કર્યો હતો અને 137 રન બનાવી ભારતને ટેસ્ટ ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ મેચ બાદ વિરેન્દ્ર સેહવાગે તેને ભારતીય ક્રિકેટની બીજી ‘દિવાલ' કહ્યો હતો.

અન્ય સિદ્ધિઓ
તે એકમાત્ર બેટ્સમેન છેકે જેણે સતત ચાર ટેસ્ટ શ્રેણીમાં 300 કરતા વધુ રન બનાવ્યા છે. જુલાઇ 2009માં તે 10 દિવસ માટે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બન્યો હતો. 2009માં તેને આઇસીસી ટેસ્ટ પ્લેયરના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

2011 વિશ્વકપમાં શાનદાર બેટિંગ
2011ના વિશ્વકપ દરમિયાન ગૌતમ ગંભીરે પણ શાનદાર બેટિંગ કરી હતી અને બે શ્રેષ્ઠ અને મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જેમાંની એક શ્રીલંકા સામેની 97 રનની ઇનિંગ છે, જે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ઐતિહાસિક ફાઇનલ મેચ દરમિયાન રમી હતી.

આઇપીએલમાં જીત્યા બે ટાઇટલ
દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમ્યા બાદ ગંભીર 2011માં કોલકતા સાથે જોડાયો હતો. તેણે ઉમદા નેતૃત્વનું પ્રદર્શન કરતા કોલકતાને 2012 અને 2014માં આઇપીએલમાં બે ટાઇટલ જીતાડ્યા હતા.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
