મુંબઈ ઈન્ડિયનમાં એન્ટ્રી માટે હાર્દિક પંડ્યાએ રાખી હતી મોટી શરત, મોડો મોડો ખુલાસો થયો
મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત ચેમ્પિયન બનાવનારા રોહિત શર્માને હટાવીને હવે ટીમે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. આ સમાચાર વચ્ચે એક મોટો ખુલાસો થયો છે.
અહેવાલો અનુસાર, વર્લ્ડ કપની શરૂઆતમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને જાણ કરી હતી કે હાર્દિક પંડ્યા આ વખતે કેપ્ટન તરીકે આગામી સિઝન માટે MI ટીમમાં પરત ફરી રહ્યો છે.

સૂત્રોના અનુસાર, હાર્દિક પંડ્યા એ શરતે ગુજરાતથી મુંબઈ જવા માટે સંમત થયો હતો કે તેને ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન બનાવવામાં આવે.
હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ પાસેથી મુંબઈએ ટીમમાં પરત લીધો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પંડ્યાએ MI માલિકોને સ્પષ્ટ કરી દીધું છે કે જો ફ્રેન્ચાઈઝી તેને ટીમમાં પરત કરવા ઈચ્છે તો તે ટીમનું નેતૃત્વ કરશે.
ચર્ચા પછી ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટે પંડ્યાની ઇચ્છા પર સંમતિ આપી અને બાદમાં શર્માને વર્લ્ડ કપ દરમિયાન તેની જાણ કરી દીધી હતી. ત્યારે રોહિત શર્માએ ટીમના ભવિષ્ય અંગેનો નિર્ણય ફ્રેન્ચાઇઝી પર છોડી દીધો હતો.
શુક્રવારે એક અખબારી યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સ માહેલા જયવર્દનેએ રોહિત શર્માને તેના દાયકાના સુકાનીપદના કાર્યકાળ દરમિયાન ફ્રેન્ચાઈઝીને નવી ઊંચાઈઓ પર લઈ જવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો.
તેમણે એક નિવેદનમાં કહ્યું કે, અમે રોહિત શર્માના અસાધારણ નેતૃત્વ માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ, 2013થી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકેનો તેમનો કાર્યકાળ અસાધારણથી ઓછો રહ્યો નથી. તેના નેતૃત્વએ ટીમને ન માત્ર અપ્રતિમ સફળતા તરફ દોરી પરંતુ આઈપીએલના ઈતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનોમાં પોતાનું સ્થાન પણ મજબૂત કર્યું છે.












Click it and Unblock the Notifications
