For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંગ્લેન્ડમાં કોના સથવારાથી ખુશ છે વિરાટ કોહલી?

|
Google Oneindia Gujarati News

નોટિંગહામ, 8 જુલાઇઃ સ્ટાર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ઉપ મહાદ્વીપીય ટીમો માટે ઇંગ્લેન્ડને સૌથી કપરું સ્થળ ગણાવ્યું છે, પરંતુ તેણે કહ્યું છેકે, યુવા ભારતીય ટીમની સારી સાઇડ સાથે અમે આગામી પાંચ ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીશું. બુધવારથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે. બન્ને ટીમોએ ટ્રેન્ટ બ્રીજ ખાતે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ- આજથી ફીફા સેમીફાઇનલઃ ટોપ પાંચ યાદગાર મેચો

કોહલીએ કહ્યું કે, આ ટૂર દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવી છે. હું કહેવા માગું છુકે આ ચાર સ્થળો એવા છે, જ્યાં ઉપ મહાદ્વીપીય ટીમના ખેલાડીઓ સારું પ્રદર્શન કરવા માગતા હોય છે અને એ મારા માઇન્ડમાં સેટ છે. ક્રિકેટ રમવા માટે આ ઘણું જ ખાસ સ્થળ છે. હું પહેલીવાર લોર્ડ્સમાં ટેસ્ટ રમ્યો હતો. તેથી મારા માટે વ્યક્તિગત રીતે આ ટૂર એક્સાઇટિંગ છે કારણ કે, હું ક્યારેય અહીં ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી અને હું સારા પ્રદર્શનની દિશામાં આગળ વિચારી રહ્યો છું.

આ પણ વાંચોઃ- ધોનીએ જાહેર કર્યો રિટાયર્મન્ટ પ્લાન

મારા કેટલાક ગોલ છે અને હું તેને હાંસલ કરવા માગું છું અને હું એ અંગે વિચારી રહ્યો છું. હું અહીં રમવાને લઇને ઘણો જ ઉત્સાહિત પણ છું. તાજેતરમાં રમાયેલી ટેસ્ટ મેચોમાં ભારતનો દેખાવ ઇંગ્લેન્ડ સામે સારો રહ્યો નહોતો. 2012-12માં ઘરેલું શ્રેણીમાં ભારતનો 2-1થી પરાજય થયો હતો. જ્યારે 2011માં ભારતે ઇંગ્લેન્ડ સામે વ્હાઇટવોશનો સામનો કરવો પડ્યો હતો.

શું ભૂતકાળના પ્રદર્શનની થઇ શકે છે અસર

શું ભૂતકાળના પ્રદર્શનની થઇ શકે છે અસર

ઇંગ્લેન્ડ સામે છેલ્લા બે ત્રણ વર્ષમાં જે પ્રકારનું પ્રદર્શન ભારતે કર્યું છે, તેને સુધારવાનું દબાણ ચોક્કસપણે ભારત ઉપર છે, પરંતુ તેની અસર આ શ્રેણી પર રહેશે કે નહીં તે અંગે કોહલીએ કહ્યું છેકે, અમે 2011ની શ્રેણીમાં શું ખોટું કર્યું હતું, તે અંગે ચર્ચા કરી લીધી છે અને જે હકારાત્મક પગલાં ભરવા જોઇએ એ અંગે પણ ચર્ચા કરી છે. એ સમય અલગ હતો. તેને ત્રણ વર્ષ વિતી ગયા છે અને હવે અમારી નવી સાઇડ છે. મોટાભાગના અમારા ખેલાડીઓએ અહીં ટેસ્ટ ક્રિકેટ રમી નથી.

દરેક ખેલાડી ઉત્સુક

દરેક ખેલાડી ઉત્સુક

એ એક ઉત્સાહભર્યું છેકે આ પરિસ્થિતમાં રમવાનો અનુભવ કરીએ, બધા જે એ વાતને લઇને ઉત્સુક છે. અહીં ગ્રાઉન્ડમાં દર્શકો વધારે હોય છે, બધા જ આ રમત સાથે જોડાયેલા હોય છે અને બધા જ આ રમત અંગે સારી પેઠે જાણતા હોય છે.

2011ની ઘટના ઇતિહાસમાં નોંધાઇ છે

2011ની ઘટના ઇતિહાસમાં નોંધાઇ છે

2011ની શ્રેણીને અમે ભુલ્યા નથી કે તેને અમે અમારા યાદોમાંથી ભૂંસાવી દીધી નથી. તે ઇતિહાસમાં અંકિત થઇ ચૂકી છે, પછી આપણે તેને પસંદ કરીએ કે ના કરીએ. અમે હવે આ નવી શ્રેણી પર જ ધ્યાન આપી રહ્યાં છીએ. સારી ગુણવત્તાયુક્ત ટેસ્ટ સાઇડને લઇને યુવા ટીમ આગળ વધી રહી છે અને અહીં મજબૂત અને શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માગી રહી છે. જે વ્યક્તિએ આ મેદાનમાં શાનદાર ટેસ્ટ ઇનિંગ્સ રમી છે, તે હવે અમને મેન્ટર કરી રહ્યાં છે અને પોતાના અનુભવ અમારી સાથે શેર કરી રહ્યાં છે, જે અમારા માટે પ્લસ પોઇન્ટ સમાન છે.

ભારતીય ટીમની દ્રવિડને અરજ

ભારતીય ટીમની દ્રવિડને અરજ

ભારતીય ટીમ પ્રબંધકે પૂર્વ ભારતીય સુકાની રાહુલ દ્રવિડને અરજ કરી હતી કે તે ભારતીય ટીમ સાથે જોડાય અને તેમને પહેલી ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડ સાથે બાથ ભીડવા માટે તૈયાર કરે.

ટેક્નિકલ નહીં પણ કન્ડિશન પર કરી રહ્યાં છે મદદ

ટેક્નિકલ નહીં પણ કન્ડિશન પર કરી રહ્યાં છે મદદ

કોહલીએ કહ્યું કે, દ્રવિડ અમને અમારી ટેક્નિકલ સાઇડ પર મદદ નથી કરી રહ્યાં કારણ કે દરેક ખેલાડી પોતાની અલગ પ્રતિભા સાથે ક્રિકેટ રમે છે, પરંતુ તેઓ અમને અહીંની સ્થિતિને સમજવામાં મદદ કરી રહ્યાં છે. અહીં બોલ કેટલો સ્વિંગ થશે અને કેટલો લાંબો સ્વિંગ થશે. અહીંની સ્થિતિ ગેમ પર કેટલી અસરકારક હોય છે, વિગેરે બાબતો અંગે તે અમને માહિતગાર કરી રહ્યાં છે.

દ્રવિડ પોતાના અનુભવ કરે છે શેર

દ્રવિડ પોતાના અનુભવ કરે છે શેર

ઇંગ્લેન્ડના મેદાનો અંગેના પોતાના અનુભવ દ્રવિડ ભારતીય ટીમ સાથે શેર કરી રહ્યાં છે. અહીંની કપરી સ્થિતિમાં તેમણે કેવી રીતે સદી ફટકારી હતી અને કેવી રીતે રન બનાવ્યા હતા તે અંગે તે યુવા ખેલાડીઓને જણાવી રહ્યાં છે. તમે તમારી જાતે આ મેદાનમાં એક બેટ્સમેનમાંથી ખેલાડી કેવી રીતે બની શકો છો તે અંગે દ્રવિડ સમજાવી રહ્યાં છે.

માનસિક રીતે મજબૂત કરી રહ્યા છે દ્રવિડ

માનસિક રીતે મજબૂત કરી રહ્યા છે દ્રવિડ

કોહલીએ કહ્યું કે, દ્રવિડ અમને પોતાની જેમ માનસિક રીતે મજબૂત કરી રહ્યાં છે, તેઓ બોલિંગ અને બેટિંગ સાથે જોડાયેલા તમામ પ્રકારના મુદ્દાઓ પર અમારી સાથે ખુલી રીતે વાત કરી રહ્યાં છે. તેઓ પોતાને કયા બોલરે કેવા પ્રકારના બોલથી બોલ્ડ કર્યા હતા એ અંગે પણ જણાવી રહ્યાં છે. તેઓ દરેકને મદદ કરી રહ્યાં છે, જે એક સારી બાબત છે અને તેઓ પોતાના અનુભવોને ટીમ સાથે શેર કરી રહ્યાં છે.

English summary
Star Indian batsman Virat Kohli has described England as 'one of the toughest venues for sub-continental teams' but said they are focused on putting up a strong performance in the five-Test series to start the transition of the young Indian team to a good quality side.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X