હોકી ઇન્ડિયા લીગને મળ્યું ટાઇટલ સ્પોન્સર

હીરો મોટોકોર્પની સાથે થયેલા આ કરાર અંગે જાણકારી આપતા હોકી ઇન્ડિયાના મહાસચિવ અને એચઆઇએલના પ્રમુખ નરેન્દ્ર બત્રાએ મંગળવારે જણાવ્યું કે અમે હીરો મોટોકોર્પને એચઆઇએલનું ટાઇટલ સ્પોન્સર બનાવીને ખુશ છીએ. અમે આ કરાર માટે કંપનીને ધન્યવાદ કરીએ છીએ સાથે સાથે તેમની સાથે સુખદ યાત્રાની કામના કરીએ છીએ.
હીરો મોટોકોર્પ લિમિટેડના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યકારી અધિકારી પવન મુંજાલે જણાવ્યું કે હોકી ભારતવાસીઓના દિલોમાં ખાસ મહત્વ ધરાવે છે અને એ જ કારણ છે કે હીરો મોટોકોર્પે એચઆઇએલ સાથે કરાર કર્યો છે.
હીરો આ પહેલા પણ હોકીના બે પ્રમુખ આયોજનો માટે ટાઇટલ સ્પોન્સર રહ્યો છે. હીરોએ 2012માં આયોજિત ઓલિમ્પિક ક્વોલીફાઇંગ ટૂર્નામેન્ટને પ્રાયોજિત કર્યુ એ પહેલા તે 2010માં રમાયેલ એફઆઇએચ વર્લ્ડ કપ માટે પણ ટાઇટલ સ્પોન્સર રહ્યું હતું.
એચઆઇએલના પ્રથમ રાઉન્ડની શરૂઆત 14 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરીની વચ્ચે દેશના પાંચ શહેરો- દિલ્હી, જાલંધર, લખનઉ, મુમ્બઇ અને રાંચીમાં થશે. જેમાં પાંચ ફ્રેંચાઇજી ટીમો- દેલ્હી વેવરાઇર્ડસ, જેપી પંજાબ વોરિયર્સ, ઉત્તર પ્રદેશ વિઝાર્ડસ, મુંબઇ મેજિસિયન્સ અને રાંચી રાઇનોજની વચ્ચે ટાઇટલ મુકાબલો યોજાશે. આ લીગમાં દેશ-દુનિયાના 120 જાણિતા ખેલાડીઓ ભાગ લેશે.












Click it and Unblock the Notifications
