કેટલાય યુવા ખેલાડી આવશે પણ કોઈ બીજો કોહલી નહીં હોય!

ભારતીય ક્રિકેટ ટીમ માટે 10 નવેમ્બર એવો દિવસ હતો જ્યારે બે દિગ્ગજ ખેલાડીઓ ભાવુક હતા. એક વિરાટ કોહલી અને બીજા રવિ શાસ્ત્રી.

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ માટે 10 નવેમ્બર એવો દિવસ હતો જ્યારે બે દિગ્ગજ ખેલાડીઓ ભાવુક હતા. એક વિરાટ કોહલી અને બીજા રવિ શાસ્ત્રી. કોહલીના કહેવા પ્રમાણે, કેપ્ટન તરીકે નિમિબિયા સામેની મેચ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની છેલ્લી મેચ હતી. સાથે જ રવિ શાસ્ત્રીની કોચ તરીકે પણ છેલ્લી મેચ હતી. શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થયો છે. તો કોહલી હવે T20 ક્રિકેટમાં બેટ્સમેનની ભૂમિકા ભજવશે. કોહલી ભલે કેપ્ટન તરીકે ટીમને કોઈ ટ્રોફી ન અપાવી શક્યો હોય, પરંતુ બેટ્સમેન તરીકે ખૂબ ચમક્યો છે. બીજી તરફ ભારતના ભૂતપૂર્વ બેટ્સમેનનું કહેવું છે કે ટીમને કોહલી જેવો બીજો કોઈ ખેલાડી નહીં મળે.

Kohli

Cricbuzz સાથે વાત કરતા સેહવાગે કહ્યું કે, કેટલાય યુવાનો આવશે, વિરાટ કોહલી જેવો કોઈ નહીં હોય. તે જે રીતે બેટથી સરળતાથી રન બનાવે છે, વર્તમાન ટીમમાં પણ ટી-20 સેટઅપમાં તેના સ્થાન પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. જ્યાં સુધી તે ઈચ્છશે ત્યાં સુધી તે T20I રમવાનું ચાલુ રાખશે.

બીજી તરફ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરાએ સેહવાગની વાત સાથે સહમતિ દર્શાવી હતી. નેહરાએ સ્વીકાર્યું કે ત્રીજા નંબર પરનો કોઈ બેટ્સમેન ભારતને તે તાકાત અને સ્થિરતા આપી શકતો નથી જે કોહલી પ્રદાન કરે છે. આશિષ નેહરાએ કહ્યું કે, વિરાટ કોહલી કરતાં વધુ સારી રીતે તમને કોઈ બેટિંગ યુનિટમાં સ્થિરતા નહીં આપે. તમે તમારા બેટિંગ યુનિટને માત્ર પાવર-હિટરથી ભરી શકતા નથી, તમારે અનુભવ અને યુવાઓના સંયોજનની જરૂર છે.

કોહલી માત્ર 87 ઇનિંગ્સમાં 3227 રન સાથે વિશ્વભરમાં T20I માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેની 52.05ની એવરેજ અને 131.91ની સ્ટ્રાઈક રેટ તેની મહાનતા સ્પષ્ટ કરે છે. જો કે, કોહલી ભારતને કેપ્ટનની ટ્રોફી ન અપાવી શક્યો ન તો RCBને IPLમાં ચેમ્પિયન બનાવી શક્યો, જેના કારણે તેની કેપ્ટનશિપ પર સવાલો ઉભા થયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X