For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SRH Vs RR : સંજુ સેમસનની ધમાકેદાર બેટિંગ, હૈદરાબાદને 165 રનનો ટાર્ગેટ!

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2021 સીઝનની 40 મી મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 2021 સીઝનની 40 મી મેચ દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહી છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સંજુ સેમસનની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 165 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. આજની મેચમાં રોયલ્સની સાખ દાવ પર લાગશે. બીજી તરફ હૈદરાબાદ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં શરમજનક સ્થિતિને દૂર કરવાનો પ્રયાસ કરશે. હૈદરાબાદે માત્ર એક જ મેચ જીતી છે અને તે ટેબલમાં સૌથી નીચે છે.

IPL 2021

પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે કેપ્ટન સંજુ સેમસને 57 બોલમાં 82 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી સિદ્ધાર્થ કૌલે બે વિકેટ લીધી હતી. સિઝનમાં શાનદાર ફોર્મમાં રહેલા સેમસને ફરી એક વખત કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. 57 બોલમાં 87 રનની ઝડપી ઇનિંગ રમી હતી. સિદ્ધાર્થ કૌલે છેલ્લી ઓવરમાં તેની વિકેટ લેતા લોમરોર સાથે તેની 83 રનની ભાગીદારી તૂટી હતી.

ઇંગ્લિશ સમરમાં ધમાલ મચાવનાર લિયામ લિવિંગસ્ટોન આઇપીએલમાં કોઈ ખાસ ફોર્મમાં નથી દેખાઈ રહ્યો. રાશિદ ખાને માત્ર ચાર રન પર તેને પેવેલિયન પરત મોકલ્યો હતો. સ્પિનરો સામે લિયામની નબળાઈ ફરી દેખાઈ હતી. સારા ફોર્મમાં રહેલો યશસ્વી જયસ્વાલ રન-રેટ વધારવા ઉતર્યો હતો પરંતુ 8.4 ઓવરે સંદીપ શર્મા ફુલ પીચ બોલને મારવા જતા આઉટ થયો હતો. તેને 23 બોલમાં 36 રનની ઈનિંગ્સ રમી હતી.

વિકેટની વાત કરીએ તો, સિદ્ધાર્થ કૌલે 2, સંદિપ શર્મા, ભુવનેશ્વર કુમાર અને રસીદ ખાને 1-1 વિકેટ લઈ સ્કોરને 164 પર રોક્યો હતો.

English summary
Sanju Samson's explosive batting, 165 runs target for Hyderabad!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X