IBL હરાજીઃ સાઇનાને 1.20 લાખ ડોલર મળ્યા
નવી દિલ્હી, 22 જુલાઇઃ ટોચની ભારતીય ખેલાડી સાઇના નહેવાલ અને પી કશ્યપ જેવા સ્થાનિક સ્ટાર ઉપરાંત લૂ ચોંગ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડી સોમવારે નવી દિલ્હીમાં જારી 10 લાખ ડોલર ઇનામી ઇન્ડિયન બેડમિન્ટન લીગની હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યાં. સાઇનાને હૈદરાબાદ દ્વારા 1.20 લાખ યુએસ ડોલરમાં ખરીદવામાં આવી તો, વિશ્વની નંબર વન ખેલાડી લૂ ચોંગને 1.35 લાખ ડોલરમાં મુંબઇની ટીમે ખરીદી હતી.
અશ્વિની પોનપ્પાએ પૂણેએ ખરીદ્યા છે, પોનપ્પાને 25 હજાર ડોલરમાં ખરીદવામાં આવ્યા, જ્વાલ ગુટ્ટાને દિલ્હીની ટીમે ખરીદી. ગુટ્ટાને 31 હજાર ડોલર રૂપિયામાં ખરીદવામાં આવી. પીવી સંઘુને લખનઉની ટીમે ખરીદ્યા છે. સંઘુને લખનઉની ટીમે 80 હજાર ડોલરમાં ખરીદ્યા છે. પી કશ્યપને બેંગ્લોરની ટીમે ખરીદ્યા છે. કશ્યપને 75 હજાર ડોલરમાં ખરીદવામાં આવ્યા છે.
બોલીમા સામેલ છ ખેલાડીઓને આઇકોનિક ખેલાડીઓનો દરરજો આપવામાં આવ્યો છે, જેમાં વિશ્વની નંબર વન ખેલાડી લૂ ચોંગ જ એકમાત્ર વિદેશી ખેલાડી છે. અન્ય આઇકોનિક ખેલાડી સાઇના, જ્વાલા ગુટ્ટા, અશ્વિની પોનપ્પા, પીવી સિંઘુ અને કશ્યપ છે. આ તમામ ખેલાડીઓની કિંમત 50 હજાર ડોલર નક્કી કરવામાં આવી હતી.