For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભુવનેશ્વર સાથે બોલિંગ કરવી શા માટે ગમે છે ઇશાંતને?

|
Google Oneindia Gujarati News

નોટિંગહામ, 13 જુલાઇઃ ઇંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજમાં રમાઇ રહેલી પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. બોલર્સની વાત કરવામા આવે તો પહેલી ટેસ્ટમાં બોલર્સ રીધમમાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભુવનેશ્વર કુમાર 4, ઇશાંત શર્માએ 3 અને મોહમ્મદ સામીએ બે વિકેટ ઝડપી છે. ત્રીજા દિવસની રમતની વાત કરીએ તો ઇંગ્લેન્ડે નવ વિકેટ ગુમાવીને 352 રન બનાવી લીધા છે. હાલના સમયમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઇશાંત શર્માએ કહ્યું છેકે,તે ખુશ છે અને તેને લાગે છેકે તેની રીધમ પાછી આવી રહી છે.

ત્રીજા દિવસની રમત પૂર્ણ થયા બાદ પત્રકારો સાથે વાત કરતા ઇશાંત શર્માએ કહ્યું કે, હું બે પ્રેક્ટિસ મેચમાં મારી રીધમને લઇને સંઘર્ષ કરી રહ્યો હતો. આવું ત્યારે બને છે જ્યારે તમે વધુ ક્રિકેટ રમતા ના હોવ. આઇપીએલમાં તથા આ પહેલા મે વધારે ક્રિકેટ રમી નહોતી. હું ઘણી ઓછી ગેમ રમ્યો હતો.

ઇંગ્લેન્ડની ત્રણ વિકેટ લેનાર ઇશાંતે કહ્યું કે, મે નેટમાં ઘણી જ બોલિંગ કરી હતી, પરંતુ મેદાનમાં બોલિંગ કરવી અલગ છે. હવે હું ઘણું સારું ફીલ કરી રહ્યો છું અને રીધમને અનુભવી રહ્યો છું. તેથી મારું માનવું છેકે હું સારી બોલિંગ કરી રહ્યો છું.

ભુવનેશ્વર અંગે ઇશાંતનું મંતવ્ય

ભુવનેશ્વર અંગે ઇશાંતનું મંતવ્ય

ઇશાંતે કહ્યું કે ભૂવી એક પ્રભાવશાળી બોલર છે. તે પ્રસિસ્થિતિનો સારો ઉપયોગ કરે છે અને પોતાની ક્ષમતા અનુસાર બોલિંગ કરે છે. તે જાણે છેકે તે નવા બોલનો ઉપયોગ કરી શકે છે અને તેણે એમ જ કર્યું હતું. તે એક સારો બોલર છે. અમે સાથે બોલિંગ કરતી વખતે ચેટિંગ અને ટોકિંગ ઘણું કરીએ છીએ. તેથી તેની સાથે બોલિંગ કરતી વખતે હું આનંદ માણી રહ્યો છું.

ભુવનેશ્વરને સુચન આપવા અંગે

ભુવનેશ્વરને સુચન આપવા અંગે

ઇશાંતને જ્યારે ભુવનેશ્વરને સુચન આપવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હું આ એટેકનો પ્રતિનિધત્વ નથી. હું આ બાબતને લઇને વધારે વિચારતો નથી. અમે બધા બોલર્સ એક સરખી ઉમરના છીએ. તેમ છતાં ક્યારેક હું મે રમેલી કેટલીક મેચોનો અનુભવ તેમની સાથે શેર કરું છું કારણ કે મે તેમના કરતા વધારે મેચો રમેલી છે, પરંતુ તે એક નેતા તરીકે નથી હોતું.

આ ટીપિકલ ઇંગ્લિશ પીચ નથી

આ ટીપિકલ ઇંગ્લિશ પીચ નથી

આ એક ટીપિકલ ઇંગ્લિશ પીચ નથી. પરંતુ તે કોઇ ફેક્ટર ન હોવાનું ઇશાંત જણાવે છે. આપણે આ પીચ પર કન્ટ્રોલ કરી શકીએ નહીં. ભારત, ઇંગ્લેન્ડનો પ્રવાસ કરી રહ્યું છે અને તે બીજા પ્રવાસ જેવું નથી. અમને જેવા પ્રકારની પીચ મળી છે તેવી પીચમાં બોલિંગ કરવા તૈયાર છીએ અને 20 વિકેટ લેવાનો પ્રયાસ કરીશું. આ પીચ અંગે એક સારી વાત છેકે અમે જાણીએ છીએ કે કેવી બોલિંગ કરવાની છે.

કઇ પીચમાં કેવી બોલિંગ કરવી તે જાણું છું

કઇ પીચમાં કેવી બોલિંગ કરવી તે જાણું છું

ઇશાંત શર્માએ કહ્યું કે, મે ઘણી મેચો રમી છે અને જાણું છું કે કઇ પીચ પણ કેવી રીતે બોલિંગ કરવી અને કેટલી લેન્થમાં બોલિંગ કરવી તે જાણું છું. ક્યાં બોલ સ્વિગિંગ થશે અને ક્યાં થશે નહીં અને ક્યારે રિવર્સ સ્વિંગ કરવાનો છે. હું માત્ર મારા અનુભવનો ઉપયોગ આ ટૂર પર કરી રહ્યો છું.

વિજય અંગે કંઇ કહીં શકાય નહીં

વિજય અંગે કંઇ કહીં શકાય નહીં

હજુ વિજય અંગે કંઇ કહીં શકાય નહી. આ પીચમાં બદલાવ આવશે નહીં પરંતુ થોડીક સ્લો થશે. આ વસ્તુ ક્રિકેટમાં જલદી બદલાય છે. તમે વધુ વિકેટ કદાચ જ લઇ શકો તેથી તમે જોયું હશે કે છેલ્લી બે વિકેટે 50 કરતા વધારે સ્કોર કર્યો હતો.

English summary
Having engineered a collapse with one of his best spells in recent times, lanky Indian speedster Ishant Sharma said that he feels like having got his rhythm back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X