For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીસીસીઆઇના અધ્યક્ષ પદે ચૂંટણી લડશે શ્રીનિવાસન

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 20 સપ્ટેમ્બરઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અને સટ્ટેબાજીને લઇને આરોપોનો સામનો કરી રહેલા બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન ફરીથી બોર્ડના અધ્યક્ષ પદની ચૂંટણી લડવની તૈયારીમાં છે. તેમણે મીડિયાને જાણકારી આપતા કહ્યું છે કે, હું ફરીથી આ પદની ચૂંટણી લડવા જઇ રહ્યો છું. તેઓ અહીં બીસીસીઆઇની માર્કેટિંગ કમિટિની બેઠકમાં આવ્યા હતા.

એ વાત નોંધવા યોગ્ય છે કે, શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પનનું નામ આઇપીએલમાં થયેલી સટ્ટાબાજીમાં આવ્યું હતું, ત્યારબાદ શ્રીનિવાસને બીસીસીઆઇનું અધ્યક્ષ પદ છોડવું પડ્યું હતું. તેમના સ્થાને જગમોહન દાલમિયાને બોર્ડની આંતરિક સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

n-srinivasan
શ્રીનિવાસન ભારતના દક્ષિણી રાજ્યોના ક્રિકેટ સંઘોના સંપર્કમાં છે અને તેમને સમર્થન આપવાની માંગ કરી રહ્યાં છે. શ્રીનિવાસને બીસીસીઆઇની અનુશાસનાત્મક સમિતિની અધ્યક્ષતા પણ કરી હતી. જેણે ક્રિકેટર એસ શ્રીસંત અને અંકિત ચૌહાણ પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. નોંધનીય છે કે, શ્રીનિવાસન આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક પણ છે. જેનું નેતૃત્વ મહેન્દ્ર સિંહ ધોની કરી રહ્યાં છે.
English summary
BCCI president N Srinivasan continues to remain defiant. On Thursday, he announced he will seek re election as the Indian cricket board's chief at the AGM on September 29.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X