ફિક્સર શ્રીસંથ માટે દુ:ખી છે સૌરવ ગાંગુલી
કોલકાતા, 15 સપ્ટેમ્બર: પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીએ ઝડપી બોલર એસ શ્રીસંથ માટે દુ:ખ વ્યક્ત કર્યું, જેને આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના આરોપમાં આજીવન પ્રતિબંધની સજા સંભળાવવામાં આવી છે.
ગાંગુલીએ બંગાળ ક્રિકેટની કોચિંગ સમિતિની બેઠક દરમિયાન જણાવ્યું કે 'જો તેણે આવું કર્યું છે તો મને લાગે છે કે આ યોગ્ય નિર્ણય છે. મને તેના માટે દુ:ખ છે, આ પ્રતિભાની બરબાદી છે.'

આ ભારતીય પૂર્વ કપ્તાને વધુમાં જણાવ્યું કે 'મેં કોચ અશોક મલ્હોત્રા સાથે આ સંબંધમાં વાત કરી છે. ખેલાડીઓની સ્થિતિને સમજવી પડશે અને જવાબદારી લેવી પડશે.'












Click it and Unblock the Notifications
