For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક. બોલરે ઉડાવી મજાક, 'મારાથી ડરી ગયો 'સુપર સુપરસ્ટાર' સચિન'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઑગસ્ટઃ પાકિસ્તાની બોલર સઇદ અજમલ હાલ ઘણો હવામાં ઉડી રહ્યો છે. આઇસીસી રેંકિંગમાં સારી પોઝિશને તેને અહમને બેગણો કરી દીધો છે. આ અહમના આવેશમાં સઇદ અજમલે ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર ખેલાડી સચિન તેંડુલકર અંગે મજાક ઉડાવી હતી અને આપત્તિજનક ટીપ્પણી કરી હતી.

વિઝડન મેગેઝીન સાથે ઇન્ટરવ્યુ દરમિયાન અજમલે મજાકિયા અંદાજમાં કહ્યું કે, સચિન તેંડુલકરે મારા ભયથી વનડે ક્રિકેટને અલવિદા કહીં દીધી છે. છેલ્લે મે જ તેમને આઉટ કર્યા હતા. ત્યારબાદ લાગે છે તે તે ગભરાઇ ગયા. નોંધનીય છે કે, સચિને કારકિર્દીની અંતિમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં રમી હતી. આ મેચમાં અજમલે સચિનને આઉટ કર્યો હતો. એટલું જ નહીં તેણે વધુમાં સચિનની ભૂલો ગણાવતા કહ્યું કે, તેમણે અંતિમ વનડેમાં 'દૂસરા' બોલને ઓળખવામાં સમસ્યા થઇ રહી હતી. મે મિસ્બાહ સાથે મળીને તેમને મારી જાળમાં ફંસાવી લીધા.

નોંધનીય છે કે પોતાની વનડે કારકિર્દીની અંતિમ મેચમાં સચિને 48 બોલમાં 52 રન બનાવ્યા હતા. ભારત આ મેચ છ વિકેટથી જીતી ગયું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર 183 રન ફટકાર્યા હતા.

સચિનને કહ્યો 'સુપર સુપરસ્ટાર'

સચિનને કહ્યો 'સુપર સુપરસ્ટાર'

આ ઇન્ટરવ્યુમાં અજમલે સચિનને 'સુપર સુપરસ્ટાર' ગણાવ્યો હતો. તેણે એ પળને પણ યાદ કરી હતી કે જ્યારે તેણે ઢાકામાં અને 2011ના વિશ્વકપની સેમી ફાઇનલમાં મોહાલી ખાતે સચિનની વિકેટ લીધી હતી.

સચિનની વિકેટ મારા માટે મહત્વની

સચિનની વિકેટ મારા માટે મહત્વની

આ અંગે અજમલે કહ્યું કે, મે તેમની વિકેટ મોહાલીમાં પણ લીધી હતી. તે સુપર સુપરસ્ટાર છે, જે વિશ્વ તેમને કહે છે. તેમણે પ્રોફેશનલ ક્રિકેટમાં 50 હજાર જેટલા રન કર્યા છે, તેથી જ્યારે હું તેમની વિકેટ લેતો ત્યારે તે મારા માટે મહત્વની પળ બની જતી.

આ રીતે સચિનને કર્યો આઉટ

આ રીતે સચિનને કર્યો આઉટ

તેણે કહ્યું કે, એશિયા કપ દરમિયાન સચિનને દૂસરા સમજવામાં સમસ્યા થઇ રહી હતી. મિસ્બાહે મને કહ્યું કે આપણે તેમને સ્લિપમાં કેચ આઉટ કરાવી શકીએ છીએ. યુનિસ ખાનને સ્લિપમાં ગોઠવવામાં આવ્યા અને અમારી યોજના કામ કરી ગઇ હતી. મે વર્લ્ડ ક્લાસ બેટ્સમેનની વિકેટ લીધી હતી અને એ અદભૂત પળ હતી કે મારી એ ડિલેવરી બાદ ક્રિકેટના મહાન ખેલાડીએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી(હાસ્ય સાથે).

શું કહ્યું સંગાકારા વિશે

શું કહ્યું સંગાકારા વિશે

શ્રીલકન ખેલાડી કુમાર સંગાકારા અંગે તેણે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં સંગાકારા મારા માટે કપરો સાબીત થયો હતો. તે બેકફૂટમાં જઇને રમતો હતો અને બોલને ઘણો મોડો રમતો હતો, જે મારા માટે સમસ્યા ઉભી કરતો હતો. તે વિકેટકીપર છે અને તેથી તે મારા બોલને ઘણી સારી રીતે જજ કરી શકતો હતો, તેને બાદ કરતા એક પણ બેટ્સમેને મારા માટે સમસ્યા ઉભી કરી નથી.

English summary
Sachin Tendulkar's final One Day International innings was ended by Pakistan offspinner Saeed Ajmal with a 'doosra' during the Asia Cup in Bangladesh in 2012. Now the spinner has joked that he compelled the Master Blaster to quit 50 over cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X