• search

હવે કદાચ જ ટીમ ઇન્ડિયા માટે રમી શકીશ: યુવરાજ સિંહ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  નવી દિલ્હી, 30 ઓક્ટોબર: યુવરાજ સિંહે કહ્યું કે તેમના મગજમાં એ વિચાર આવે છે કે કદાચ તે હવે ફરીથી ક્યારેય ભારત તરફથી રમી શકશે નહી પરંતુ તેમણે આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે તે ભારતીય ક્રિકેટ ટીમમાં પુનરાગમન કરવામાં નિષ્ફળ રહે છે તો આ ખૂબ કષ્ટદાયક હશે.

  કેન્સર જેવી બિમારીથી સફળતાપૂર્વક બહાર નિકળ્યા બાદ યુવરાજ સિંહે ભારતીય ટીમમાં થોડા સમય માટે પુનરાગમન કર્યું હતું. તેમણે ભારત તરફથી અંતિમ વનડે મેચ ડિસેમ્બર 2013માં રમી હતી. ડાબોડી બેસ્ટમેને 'વિઝડન ઇન્ડિયા'ને કહ્યું, 'નિશ્વિતપણે ભારતીય ટીમમાં પુનરાગમનનું લક્ષ્ય છે. જ્યારે તમે ટીમમાં સ્થાન બનાવી શકતા નથી તો ખૂબ નિરાશા થાય છે. પરંતુ ગત બે વર્ષથી ઉતાર ચઢાવવાળા રહ્યાં. એટલા માટે આ મારો ફેંસલો નથી કે મને પસંદગ કરવામાં આવશે કે નહી.

  yuvraj

  આશા છે કે દરેક વસ્તુ બદલાશે અને મને ફરીથી પસંદ કરવામાં આવશે નહીંતર જીંદગી એકદમ નિરાશાજનક થઇ જશે. હું ફક્ત પ્રયત્ન કરી શકું છું અને મારું સર્વશ્રેષ્ઠ બતાવી શકું છું.' યુવરાજ સિંહને પુછવામાં આવ્યું કે શું ક્યારેય તેમના મગજમાં એ વાત આવી કે તેમણે ફરીથી ભારત તરફથી રમવાની તક મળશે., તો તેમણે સકારાત્મક જવાબ આપ્યો. તેમણે કહ્યું, 'ચોક્કસપણે એવી સંભાવના છે કે હું ફરીથી ભારત તરફ રમી શકીશ નહી. મેં તેના પર વિચાર કર્યો. પરંતુ એવી પણ સંભાવના છે કે હું ફરીથી ભારત માટે રમીશ. જ્યાં સુધી હું એમ વિચારતો રહીશ હું કે પુનરાગમન કરી શકું છું ત્યાં સુધી હું મારા દ્વારા દરેક પ્રયત્ન કરતો રહીશ.'

  ભારતની ઘણી જીતના નાયક રહી ચૂકેલા યુવરાજ સિંહે કહ્યું કે ટીમથી બહાર રહેતા અન્ય ખેલાડી જેમ કે હરભજન સિંહ, વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરની સાથે સારો દિવસોને લઇને વાત કરીએ છીએ. તેમણે કહ્યું 'અમે હંમેશા તે દિવસો વિશે વાતો કરીએ છી જે અમે ભારત તરફથી રમતાં સાથે વિતાવ્યા હતા. અમે બધા જાણીએ છીએ કે તે અમારી જીંદગીના શાનદાર વર્ષ હતા. પરંતુ જ્યારે તમે ટીમાં હોતા નથી ત્યારે પણ જીંદગી આગળ વધતી રહે છે. તમારે ફક્ત સકારાત્મક બની રહેવાની અને આકરી મહેનત ચાલુ રાખવી પડે છે.'

  યુવરાજ સિંહ ભલે રાષ્ટ્રીય ટીમાં પુનરાગમનના મજબૂત દાવેદાર નથી પરંતુ તેમણે હજુ પણ આશા છોડી નથી. તેમણે કહ્યું કે 'હું ખરેખર પસંદગીને લઇને વાત કરી શકતો નથી. મારી પાસે સર્વશ્રેષ્ઠ તક શું છે. દિલીપ ટ્રોફી, રણજી એકદિવસીય અને અન્ય મેચ જે મને રમવા મળશે. જેમ કે મેં કહ્યું કે જો હું ટીમમાં સ્થાન મેળવું તો તે એક મોટી વાત હશે. પુનરાગમન કરીને ભારત દ્વારા ફરીથી વર્લ્ડકપમાં રમવું શાનદાર હશે. જો એવું ન થયું તો પણ જીંદગી ચાલતી રહેશે. તેને સ્વિકાર કરવી મુશ્કેલ હશે પરંતુ મારે તેને સ્વિકાર કરવી પડશે.

  English summary
  All-rounder Yuvraj Singh played as a protagonist when the 'Men in Blue' won the ICC World Cup in 2011, under the captaincy of Mahendra Singh Dhoni.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more