વાયુસેનાએ સચિન પાસથી છીનવી ગ્રુપ કેપ્ટનની પદવી

નવી દિલ્હી, 16 જુલાઇ: વાયુસેનાના નવા ટ્રેનિંગ વિમાન પિલાટસે માસ્ટર બ્લાસ્ટ અને ગ્રુપ કેપ્ટન સચિન તેંડુલકર પાસેથી ભારતીય વાયુસેનાના બ્રાંડ એમ્બેસેડરની પદવી છીનવી લીધી છે. વાયુસેનાએ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને 2011માં ગ્રુપ કેપ્ટનની માનદ રેંકથી સન્માનિત કર્યા હતા અને ત્યારબાદથી યુવાઓને પાયલોટ બનવા અને વાયુસેનામાં આકર્ષિત કરવા માટે તેમના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.

પરંતુ હવે વાયુસેનાએ પોતાના તમામ પ્રચાર અભિયાનમાં સચિન તેંડુલકરને હટાવીને તેમના સ્થાન પર આ દરજ્જો બેસિક ટ્રેનર વિમાન પિલાટસને આપી દિધો છે. આટલું જ નહી બ્રાંડ એમ્બેસેડર તરીકે વાયુ સૈનિકને વરદી પહેરીને લગાવવામાં આવેલા સચિન તેંડુલરકરનો ફોટો પણ હટાવી દિધો છે. તેમના સ્થાન પર વાદળી રંગના નવા વિમાનનો ફોટો લગાવવામાં આવ્યો છે.

sachin-600

મળતી માહિતી મુજબ સચિન તેંડુલકરને 2011માં ગ્રુપ કેપ્ટનની માનદ રેંક આપી હતી અને તેમને બ્રાંડ એમ્બેસેડર બનાવવાની આધિકારિક રીતે કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી. તે સમયે એમ વિચારવામાં આવ્યું હતું કે સચિન તેંડુલકરને પ્રચાર સામગ્રીમાં રજૂ કરવાથી યુવાનો આકર્ષિત થશે. પરંતુ હવે નવા બેસિક ટ્રેનર વિમાન પોતાની મોહક છબિથી યુવાનોને આકર્ષિત કરી રહ્યાં છે.

વાયુસેનાએ સચિન તેંડુલકરને 2011માં પાયલોટની વરદી પહેરાવી હતી. તે સમયના વાયુસેના પ્રમુખ પીવી નાયકે તેમની સુખોઇ લડાકૂ વિમાનથી ઉડાનની જાહેરાત કરી હતી. વાયુસેનાએ 75 પિલાટસ વિમાનોનો સોદો સ્વિત્ઝરલેન્ડ સાથે કર્યો છે અને 14 વિમાન હૈદ્વાબાદ પાસે આવેલા ડુંડીગલની વાયુસેનાના પાયલોટ ટ્રેનિંગ એકેડમીમાં પહોંચી ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X