આઇસીસીએ બનાવ્યો 'નો બોલ'નો નવો નિયમ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ આ નવો નિયમ ગુરુવારે આંતરરાષ્ટ્રીય વનડે, ટેસ્ટ ક્રિકેટ અને ટી20 મેચો માટે બનાવ્યો છે અને તેની ઘોષણા કરી છે. નો બોલનો આ નવો નિયમ 30 એપ્રિલથી લાગૂ થશે અને આ નિયમ હેઠલ પહેલી મેચ ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે બુલાવાયમાં ત્રીજી મેએ રમાનારી આતંરરાષ્ટ્રીય વનડે મેચ હશે.
આઇસીસીના પ્રબંધક જ્યોફ એલારડાઇસે કહ્યું કે, વર્તમાન સમયે આ રીતે પરિસ્થિતિમાં અમ્પ્યાર તેને ડેડ બોલ ઘોષિત કરી આપે છે, જે તેના માટે યોગ્ય નિર્ણય નથી. મેરિલબોન ક્રિકેટ કલ્બ(એમસીસી)એ તાજેતરમાં જ નિર્ણય કર્યો છે કે આવા બોલને નો બોલ જાહેર કરવામાં આવે અને એક ઓક્ટોબર 2012થી આ નવો નિયમ લાગૂ કરી દેવામાં આવ્યો છે. આઇસીસીએ એમસીસીના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભલામણ કરી કે નવા નો બોલના નિયમને જેમ બને તેમ જલદીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સામેલ કરવામાં આવે. આઇસીસીની મુખ્ય કાર્યકારી સમિતિએ આ ભલામણને માર્ચમાં દુબઇમાં મળેલી બેઠકમાં પોતાની મંજૂરી આપી દીધી છે.












Click it and Unblock the Notifications
