For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે જીત્યું પદક તો નહીં લહેરાય તિરંગો અને નહીં વાગે રાષ્ટ્રધૂન!

|
Google Oneindia Gujarati News

અલમાટી, 15 ઓક્ટોબર: કઝાકિસ્તાનના અલમાટીમાં સોમવારે શરૂ થયેલી બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે 10 સભ્યોવાળી ભારતીય મુક્કેબાજોની ટીમ અલમાટી પહોંચી ગઇ છે. પંરતુ આ ચેમ્પિયનશિપ તેમને એક રીતે હતાશ કરી મુકનાર સાબિત થઇ શકે છે, કારણ કે ચેમ્પિયનશિપમાં જો કોઇ ભારતીય મુક્કેબાદ પદક જીતશે તો સામાન્ય પરંપરા અનુસાર તિરંગો નહીં લહેરાવવામાં આવે અને ના તો રાષ્ટ્રધૂન વગાડવામાં આવે.

એક વેબસાઇટ અનુસાર આનું કારણ આંતરરાષ્ટ્રીય મુક્કેબાજી સંઘ(એઆઇબીએ) દ્વારા ભારતીય મુક્કેબાજી સંઘ (એઆઇબી) પર લગાવવામાં આવેલો પ્રતિબંધ છે. આના કારણે ભારતીય મુક્કેબાજો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એઆઇબીએના બેનર હેઠળ સ્વતંત્ર પ્રતિભાગીની રીતે ભાગ લઇ રહ્યા છે. આ મહત્વપૂર્ણ આતંરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે આ વખતે ભારતીય મુક્કેબાજોએ જોરદાર તૈયારીઓ કરી છે, અને સોમવારે મદનલાલ (52 કિગ્રા.) ચેમ્પિયનશિપમાં ભારતીય અભિયાનનું પ્રતિનિધિત્વ કરશે.

boxing
ચેમ્પિયનશિપમાં 116 દેશોના 576 બોક્સરો ભાગ લેશે. પૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન મદનલાલ સોમવારે મોલદોવાના એલેક્ઝંદ્રાસ રિસ્કાન સાથે ટકરાશે. આંતરરાષ્ટ્રીય મુક્કેબાજી કપ-2013માં સુવર્ણ પદક જીતનાર મદનલાલને રાષ્ટ્રમંડળ રમતના સુવર્ણ પદક વિજેતા સુરોંજય સિંહ મેઇંગબામ પર પ્રાધ્યાન્ય આપવામાં આવ્યું. સુરંજય ચેમ્પિયનશિપના ટ્રાયલ મુકાબલામાં હારી ગયા હતા.

ચેમ્પિયોનશિપમાં ભાગ લેનાર અન્ય ભારતીય મુક્કેબાજોમાં થોકચામ નાનાઓ સિંહ (49 કિગ્રા.), એશિયાઇ ચેમ્પિયન શિવ થાપા(56 કિગ્રા.), રાષ્ટ્રમંડળ રમતના સુવર્ણ પદક વિજેતા મનોજ કુમાર (64 કિગ્રા.), સુમિત સાંગવાન(81 કિગ્રા.), અને એશિયાઇ ચેમ્પિયનશિપમાં રજત પદક વિજેતા મનપ્રીત સિંહ (91 કિગ્રા.)ને પ્રથમ રાઉન્ડમાં જ બાઇ આપવામાં આવી છે.

English summary
If india win any medal in Boxing World Championship, there will not to fins indian flag and National tunes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X