IND vs AUS : ભારતને જીત માટે 209 રનનો ટાર્ગેટ, જોશ ઈંગ્લિશની ધમાકેદાર સદી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ T20 મેચોની સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર બેટિંગ કરી છે. T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી જોશ ઈંગ્લિશે ધમાકેદાર બેટિંગ કરી.
જોશ ઈંગ્લિશે તેની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટે 208 રનનો મોટો સ્કોર બનાવ્યો.

ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ઓસ્ટ્રેલિયાના ઓપનર મેથ્યુ શોર્ટને 13 રન બનાવી બિશ્નોઈએ આઉટ કર્યો. સ્મિથ પણ તેની સાથે ઓપનર તરીકે આવ્યો હતો. પ્રથમ વિકેટ પડ્યા બાદ તોફાની બેટિંગ જોવા મળી.
વિકેટ પડ્યા બાદ જોશ ઈંગ્લિસે ભારતીય બોલરોને ફટકારવાનું શરૂ કર્યુ. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ રવિ બિશ્નોઈને નિશાન બનાવ્યો અને જોશ ઈંગ્લિશે માત્ર 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.
અડધી સદી બાદ પણ તે ન અટક્યો અને તોફાની બેટિંગ કરતા સ્મિથ સાથે ધમાલ કરતો રહ્યો. સ્મિથ પણ પોતાની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો.
બીજી વિકેટ માટે સ્મિથ અને ઈંગ્લિશ વચ્ચે સદીની ભાગીદારી થઈ. સ્મિથ 52 રનના અંગત સ્કોર પર રનઆઉટ થયા બાદ પરત ફર્યો. ઇંગ્લિસે પોતાનું કામ ચાલુ રાખ્યું અને માત્ર 47 બોલમાં સદી ફટકારી. આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી છે. તે 50 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 110 રન બનાવીને આઉટ થયો. ઈંગ્લિશને પ્રસિદ્ધ કૃષ્ણાએ પેવેલિયન મોકલ્યો.
ઇંગ્લિસની વિદાય બાદ ટિમ ડેવિડે હાથ ખોલીને કેટલાક આકર્ષક શોટ ફટકાર્યા. તે 13 બોલનો સામનો કરીને 19 રન બનાવીને અણનમ પરત ફર્યો. સ્ટોઇનિસે 7 રનની અણનમ ઇનિંગ રમી. આમ ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના નુકસાન પર 208 રનનો મોટો સ્કોર બનાવ્યો.
ભારત માટે, પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી પરંતુ બંને ખૂબ જ ખર્ચાળ સાબિત થયા. અક્ષર પટેલ અને મુકેશ કુમારે સારી બોલિંગ કરી પરંતુ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા.












Click it and Unblock the Notifications
