IND vs AUS : રિષભ પંત પર ફિદા થઈ ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટરની દિકરી, જાહેરમાં જ કરી દીધો પ્રેમનો ઇઝહાર
Grace Hayden On Rishabh Pant : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ બ્રિસબેનમાં રમાઈ રહી છે. આ ટેસ્ટમાં ભારતીય ટીમ પર ઓસ્ટ્રેલિયા ભારે પડી રહ્યું છે.
આ દરમિયાન ભારતીય વિકેટકિપરની ખુબ ચર્ચા થઈ રહી છે. 150 શિકાર પુરા કરનારા રિષભ પંતના વખાણ કરનારાઓમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટરની દિકરી પણ સામેલ થઈ છે.

2018માં ટેસ્ટ ડેબ્યૂ કરનાર પંતે 41 ટેસ્ટ મેચમાં 150 શિકાર પુરા કર્યા. તેણે 135 કેચ અને 15 સ્ટમ્પિંગ કર્યા છે. ઋષભ પંત હવે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 150 આઉટ કરનાર વિશ્વનો 34મો વિકેટકીપર બન્યો છે.
ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન મેથ્યુ હેડનની પુત્રી ગ્રેસ હેડન ક્રિકેટ નથી રમતી પરંતુ તેનો ક્રિકેટ સાથે ઊંડો સંબંધ છે. તે સ્પોર્ટ્સ પ્રેઝન્ટર તરીકે કામ કરે છે અને આઈપીએલથી લઈને આઈસીસી ટુર્નામેન્ટ સુધીની ઘણી મોટી ક્રિકેટ ઈવેન્ટ્સનો ભાગ રહી છે.
ગ્રેસનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ કંઈક ખાસ છે કારણ કે તે કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડી નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઋષભ પંતને પોતાનો ફેવરિટ ક્રિકેટર માને છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા ગ્રેસે રિષભ પંતના જબરદસ્ત કમબેકની પ્રશંસા કરી. ગ્રેસ કહે છે કે પંતની કમબેક સ્ટોરી કમાલની છે.
ખાસ કરીને જ્યારે તે IPLનો સૌથી મોંઘો ખેલાડી છે અને ગંભીર અકસ્માત બાદ તેણે પુનરાગમન કર્યું છે. ગ્રેસ પંતની હિંમતની પ્રશંસા કરતી જોવા મળી અને કહ્યું કે હું ઓસ્ટ્રેલિયન છું પરંતુ મને પંત પર ખૂબ ગર્વ છે.












Click it and Unblock the Notifications
