IND vs AUS : ઓસ્ટ્રેલિયાનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય, એક ફેરફાર સાથે ઉતરી ટીમ ઈન્ડિયા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા સિરીઝના 5માં T20 મુકાબલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મુકાબલમાં ભારતીય ટીમ એક ફેરફાર સાથે ઉતરી છે.
સિરીઝના આ અંતિમ મુકાબલામાં ભારત દમ દેખાડવા અને ઓસ્ટ્રેલિયા સન્માન માટે મેદાને ઉતરશે. ભારત પહેલા જ આ સિરીઝને પોતાના નામે કરી ચુક્યુ છે. ચોથા મુકાબલામાં ભારતે જીત સાતે સિરીઝ જીતી લીધી હતી.

ભારતીય પ્લેઇંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (કીપર), અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર, અર્શદીપ સિંહ.
ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઈલેવન
ટ્રેવિસ હેડ, જોશ ફિલિપ, બેન મેકડર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (wk/c), બેન દ્વારશુઈસ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા
ભારતીય ટીમમાં અર્શદિપ સિંહની વાપસી થઈ છે. દિપક ચાહરે અંગત કારણોસર મેચ છોડતા અર્શદિપ સિંહની એન્ટ્રી થઈ છે.












Click it and Unblock the Notifications
