For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS : ભારતની ખરાબ હાર બાદ હવે ICC ની મોટી કાર્યવાહી, ઈન્દોર પિચને શરમજનક રેટિંગ

ICCએ પિચ મુદ્દે ચુકાદો આપતાં નબળી ગણાવી અને ખરાબ રેટિંગ આપ્યું. અપેક્ષા હતી કે પિચને સરેરાશથી નીચેનું રેટિંગ મળશે પરંતુ આ પિચને તેનાથી પણ ઓછું રેટિંગ આપવામાં આવ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News
IND vs AUS

ઈન્દોર : ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ ઈન્દોરમાં રમાઈ હતી. અહીં ભારતની ત્રીજા દિવસે જ શરમજનક હાર થઈ હતી. ભારતની હાર બાદ સતત વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે આઈસીસીએ વધુ એક ઝટકો આપ્યો છે.

નાગપુર અને દિલ્હી ટેસ્ટ મેચ ઇન્દોરની પીચ વિશે ઉત્સુકતા હતી અને પહેલા દિવસે જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હતુ. અહીં ઓસ્ટ્રેલિયાએ સાત સેશનમાં મેચ જીતી લીધી. આ પછી પિચ રેટિંગને લઈને અટકળો તેજ થઈ હતી. હવે ICCએ આ પીચને નેગેટીવ રેટિંગ આપ્યુ છે.

ICCએ પિચ મુદ્દે ચુકાદો આપતાં નબળી ગણાવી અને ખરાબ રેટિંગ આપ્યું. અપેક્ષા હતી કે પિચને સરેરાશથી નીચેનું રેટિંગ મળશે પરંતુ આ પિચને તેનાથી પણ ઓછું રેટિંગ આપવામાં આવ્યું છે. હોલકર સ્ટેડિયમને 3 ડીમેરિટ પોઈન્ટ મળ્યા છે. બીસીસીઆઈ પાસે નિર્ણય સામે અપીલ કરવા માટે 14 દિવસનો સમય છે. પહેલા દિવસની રમત દરમિયાન જ પીચને લઈને ઘણી ટીકાઓ થઈ હતી. ત્યારથી જ અટકળો તેજ થઈ હતી કે ICC પિચને લઈને કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે.

આઈસીસી મેચ રેફરી ક્રિસ બ્રોડે કહ્યું કે, ઈન્દોરની પીચ પર બેટ અને બોલ વચ્ચે સંતુલન નહોતું. આ પિચ પહેલા દિવસથી જ સ્પિનરો માટે મદદગાર હતી. મેચના પાંચમા બોલે જ પિચ તૂટી ગઈ અને પછી તૂટતી જ રહી. સમગ્ર મેચ દરમિયાન આ પીચ પર અસમાન ઉછાળો જોવા મળ્યા.

English summary
IND vs AUS: ICC rated the indoor pitch shamefully
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X