ઓસ્ટ્રેલિયા સામે ઘુંટણે પડી ટીમ ઈન્ડિયા, માત્ર 11 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ મેચ જીતી
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 26 ઓવરમાં તમામ વિકેટો ગુમાવીને માત્ર 117 રન જ બનાવી શકી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 11 ઓવરમાં જ મેચ પોતાના નામે કરી લીધી.
ભારતીય ટીમે આજે ઓસ્ટ્રેલિયા સામે ઘુંટણ ટેકવી દેેતા 10 વિકેટે ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. પહેલી ઈનિંગ્સમાં નબળા પ્રદર્શન બાદ બીજી ઈનિંગ્સમાં પણ બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહેતા ઈન્ડિયાની ખરાબ હાર થઈ છે. ભારતની હાર સાથે ઓસ્ટ્રેલિયાએ વહેલા વન ડેની ખરાબ હારનો બદલો સારી રીતે લીધો છે. હવે સિરીઝ એક-એકથી બરાબરી પર છે અને છેલ્લો મુકાબલો રોમાંચક રહેશે.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 26 ઓવરમાં તમામ વિકેટો ગુમાવીને માત્ર 117 રન જ બનાવી શકી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વગર 11 ઓવરમાં જ મેચ પોતાના નામે કરી લીધી.
ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય તેને ફળ્યો. ભારતીય ઓપનર બેટ્સમેન શુભમન ગિલ ઝીરો રને જ સ્ટાર્કના હાથે પેવેલિયન પરત ફર્યો. ત્યારબાદ રોહિત શર્મા 13 રન બનાવીને આઉટ થયો. આ સિલસિલો ચાલતો રહ્યો અને સૂર્યકુમાર યાદવ પણ પહેલા બોલે જ આઉટ થયો. અહીં વિરાટ કોહલીએ થોડો સમય રન બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ ન થયો અને 31 રન બનાવીને પેલેવિયન પરત ફર્યો. કેએલ રાહુલ 9 અને હાર્દિક પંડ્યા 1 રન બનાવીને સસ્તામાં આઉટ થયા. બનાવ્યો હતો. આ દરમિયાન કોહલી પણ 31 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ અનુક્રમે 29 અને 16 રન બનાવ્યા. આમ ટીમ 117 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્કે ઘાતક બોલિંગ પ્રદર્શન કરતા 53 રનમાં 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય સીન એબોટે પણ 3 વિકેટ લીધી. નાથન એલિસે 2 વિકેટ પોતાના નામે કરી.
બીજી ઇનિંગ્સમાં રમતા ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શે 11 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 121 રન બનાવીને મેચ પૂરી કરી હતી. મિચેલ માર્શે 36 બોલમાં અણનમ 66 અને ટ્રેવિસ હેડે 30 બોલમાં અણનમ 51 રનની તોફાની ઇનિંગ રમી.












Click it and Unblock the Notifications
