IND vs AUS : ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, જુઓ બન્ને પ્લેઈંગ ઈલેવન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ટી-20માં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્યણ કર્યો છે. ભારત તરફથી પહેલી વખત સુર્યકુમાર યાદવ કેપ્ટન કરીકે મેદાન પર ઉતર્યો છે.
સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય યુવા ટીમ ઓસ્ટ્રેલિયા સામે જીત સાથે મેદાને ઉતરશે. બંને ટીમોમાં ઘણા મેચ વિજેતા ખેલાડીઓ સામેલ છે.

વર્લ્ડ કપ ફાઇનલમાં હારનો સામનો કરી રહેલી ભારતીય ટીમ આ સિરીઝ જીતીને થોડી પીડા ઓછી કરવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતીય ટીમની આ શ્રેણી T20 વર્લ્ડ કપ 2024ના દૃષ્ટિકોણથી ખાસ છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
રુતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણા
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
સ્ટીવ સ્મિથ, મેથ્યુ શોર્ટ, એરોન હાર્ડી, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (કેપ્ટન અને વિકેટકીપર), સીન એબોટ, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા.












Click it and Unblock the Notifications
