IND vs AUS : ધોની અને પંતથી પણ એક કદમ આગળ નીકળ્યો ઈશાન કિશન, મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો
ઓસ્ટ્રેલિયા સામેની T-20 સિરીઝમાં ઈશાન કિશનનું બેટ જોરદાર બોલી રહ્યું છે. તેણે સિરીઝના બન્ને મુકાબલામાં શાનદાર બેટિંગ કરી અને બન્નેમાં અડધી સદી ફટકારી છે.
ઓસ્ટ્રેલિયા સામેની T-20 મેચમાં ઈશાન કિશને 32 બોલમાં 52 રન ફટકાર્યા. આ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.

ઈશાન કિશન હવે વિકેટકીપર બેટ્સમેન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડીને આગળ વધી ગયો છે. ટી-20માં સૌથી વધુ 50થી વધુ રન બનાવનાર વિકેટકીપર બેટ્સમેનોની યાદીમાં ઈશાન કિશન ટોપ પર પહોંચી ગયો છે.
વિકેટ કીપર બેટ્સમેન તરીકે ઇશાન કિશન ભારત માટે T-20માં ત્રણ વખત અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની તેના T20 કરિયરમાં 85 ઇનિંગ્સમાં બે વખત 50 કે તેથી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે.
આ સિવાય ઋષભ પંતે 44 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. ઈશાન કિસને આ બંને ખેલાડીઓને હરાવીને ત્રણ વખત આ સિદ્ધિ મેળવી છે.
T-20માં કેએલ રાહુલે 8 ઇનિંગ્સમાં ત્રણ વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. ઈશાન કિશને T-20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધી રમાયેલી 31 મેચમાં 796 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી છે. T-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 89 રન છે. તેમાંથી વિકેટ કીપર બેટ્સમેન તરીકે તેણે ત્રણ વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા છે.
ઈશાન કિશન ભારતીય ટીમનો ભાવિ વિકેટકીપર બેટ્સમેન મનાઈ રહ્યો છે. આગામી મેચમાં પણ ઈશાન કિશન પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે મેચમાં બેટથી ધમાકેદાર પ્રદર્શન કરનાર ઈશાન કિશન શ્રેણીની બાકીની ત્રણ મેચોમાં વધુ સારું પ્રદર્શન કરવા ઈચ્છશે.
આવતા વર્ષે T-20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ સ્થિતિમાં કિશન વધુ સારું પ્રદર્શન કરીને વર્લ્ડ કપની ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.












Click it and Unblock the Notifications
