IND vs AUS : ઓસ્ટ્રેલિયા સામે સુર્યકુમાર યાદવે ઇતિહાસ રચ્યો, કેપ્ટન તરીકે મોટી ઉપબલ્ધી પોતાના નામે કરી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી20 સિરીઝમાં સુર્યકુમાર યાદવના બેટથી તોફાન જોવા મળ્યુ. આ તોફાનમાં ઓસ્ટ્રેલિયા ઉડતું જોવા મળ્યુ અને ભારતે 200 પારનો ટાર્ગેટ પાર કરી લીધો.

સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચોની શ્રેણીની પ્રથમ T20I દરમિયાન ભારત માટે ટી20I કેપ્ટનશિપની શરૂઆત કરી છે. આ દરમિયાન તેણે 43 બોલમાં 80 રનની ધમાકેદાર ઇનિંગ રમી. અહીં સૂર્યકુમારના નામે કેપ્ટન તરીકે એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ.

suryakumar yadav aus

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ભારતનું નેતૃત્વ કરનાર સૂર્યકુમાર પાસે હવે કેપ્ટન તરીકે સૌથી વધુ T20 સ્કોર છે. સૂર્યકુમારે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે શાનદાર ઇનિંગ રમીને જીત અપાવી. ટાર્ગેટનોપીછો કરતા એક સમયે ભારતની સ્થિતિ 22 રનમાં 2 વિકેટ હતી.

સૂર્યકુમારે કેપ્ટન ઈનિંગ રમી અને 42 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. આ રન સ્કોર સાથે સૂર્યકુમારે તેની કેપ્ટન્સી ડેબ્યૂમાં કોઈપણ ભારતીય કેપ્ટન દ્વારા સૌથી વધુ T20I સ્કોર નોંધાવ્યો છે.

અહીં તેણે કેએલ રાહુલનો રેકોર્ડ તોડ્યો, જેણે 2022 T20 એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે ભારતનું નેતૃત્વ કરતી વખતે 62 રન બનાવ્યા હતા.

પહેલી T20 મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ જોશ ઈંગ્લિસની શાનદાર સદીની મદદથી 208/3નો મોટો સ્કોર બનાવ્યો હતો. જોશે 50 બોલમાં 110 રન બનાવ્યા હતા.

જવાબમાં સૂર્યકુમાર યાદવના મહત્વના યોગદાનથી ભારતે આશાનીથી મેચ જીતી લીધી. અહીં સુર્યકુમારે 42 બોલમાં 80 રન બનાવ્યા, જ્યારે ઈશાન કિશને 39 બોલમાં 58 રન બનાવીને મહત્વની ભૂમિકા ભજવી.

ભારતીય T20 ટીમ માટે ફિનિશર તરીકે આવેલા રિંકુએ દબાણમાં ફરી એક વખત શાનદાર પ્રદર્શન કર્યુ. દબાણ ચરમસીમા પર હતું ત્યારે રિંકુએ મેચના છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. છેલ્લા બોલ પર ફટકારવામાં આવેલ આ છગ્ગાને ભારતના કુલ સ્કોરમાં ગણવામાં ન આવ્યો, કારણ કે તે સીન એબોટ દ્વારા નો-બોલ હતો. રિંકુ માત્ર 14 બોલમાં 22 રન બનાવીને અણનમ રહ્યો અને તેની બે વિકેટ બાકી રહી અને ભારતને ફિનિશિંગ લાઇન પર પહોંચાડ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X