IND vs BAN : કેએલ રાહુલનો ખૂબસુરત શોટ જોઈને કોહલીનું મોઢુ ખુલ્લુ રહી ગયુ!

ટી20 વર્લ્ડકપ હાલ રોમાંચક સ્થિતીમાં પહોંચ્યો છે. એક તરફ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમો સેમીફાઈનલ માટે સંઘર્ષ કરી રહી છે તો બીજી તરફ પાકિસ્તાન પણ લગભગ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયુ છે.

એડિલેટ : ટી20 વર્લ્ડકપ હાલ રોમાંચક સ્થિતીમાં પહોંચ્યો છે. એક તરફ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમો સેમીફાઈનલ માટે સંઘર્ષ કરી રહી છે તો બીજી તરફ પાકિસ્તાન પણ લગભગ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયુ છે. હવે આજે બાંગ્લાદેશ અને ભારતનો મુકાલબો સ્થિતી વધુ સાફ કરશે. અહીં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો છે.

કેએલ રાહુલની ધમાકેદાર ઈનિંગ્સ

કેએલ રાહુલની ધમાકેદાર ઈનિંગ્સ

ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ બેટિંગ માટે ઉતરી હતી. બેટીંગ માટે ઉતરેલી ભારતીય ટીમ માટે કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. 156.25ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા રાહુલે 32 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. સ્ટેડિયમમાં હાજર દર્શકો રાહુલની બેટિંગનો આનંદ ઉઠાવતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ વિરાટ કોહલી પણ બેટિંગ સાથે મજા માણી રહ્યો હતો.

શોટ જોઈને કોહલીનું મોઢુ ખુલ્લુ રહી ગયુ

શોટ જોઈને કોહલીનું મોઢુ ખુલ્લુ રહી ગયુ

કેએલ રાહુલની ધમાકેદાર ઈનિંગ્સ દરમિયાન તે એક એવો શોટ રમ્યો કે તેને જોઈને વિરાટ કોહલીનું મોઢુ પણ ખુલ્લુ રહી ગયુ હતુ. કેએલ રાહુલે અડધી સદી પૂરી કરતા પહેલા લોંગ ઓન તરફ આ સિક્સ ફટકારી હતી. આ શોટ એટલો શાનદાર હતો કે વિરાટ કોહલી પણ આ શોટની પ્રશંસા કરતો જોવા મળ્યો હતો. રાહુલનો આ શોટ જોઈને વિરાટ કોહલીનું મોં ખુલ્લું રહી ગયું હતું. વિરાટની આ પ્રતિક્રિયા દર્શાવતી હતી કે, તે આ શોટથી ઘણો ખુશ હતો.

અત્યારસુધી કેએલ રાહુલ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો

અત્યારસુધી કેએલ રાહુલ રન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો

અહીં તમને જણાવી દઈએ, વર્લ્ડકપની શરૂઆતથી રન બનાવવામાં નિષ્ફળ રહેલા કેએલ રાહુલે ટૂર્નામેન્ટની પ્રથમ અડધી સદી ફટકારી હતી. રાહુલ ફોર્મમાં આવવાથી વિરાટ કોહલી ખુશ દેખાઈ રહ્યો હતો. બાંગ્લાદેશ સામેની મેચના એક દિવસ પહેલા કોહલી નેટ પ્રેક્ટિસમાં રાહુલ સાથે સમય પસાર કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કોહલીએ રાહુલને ઘણી ટિપ્સ આપી હતી, જેની અસર રાહુલની બેટિંગમાં પણ જોવા મળી હતી. રાહુલે પોતાની ઇનિંગની શરૂઆત ખૂબ જ સાવધાનીથી કરી હતી, પરંતુ થોડી ઓવર પછી તેણે ગિયર બદલ્યો અને વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X