For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ENG : એડિલેડમાં કોહલી-હાર્દિકની ધમાકેદાર ઈનિગ્સ, કોહલીના નામે એક સાથે બે રેકોર્ડ!

T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં વિરાટ કોહલીએ ફરીથી ધમાકેદાર ઈનિગ્સ રમી છે. કોહલીએ આ વર્લ્ડ કપમાં તેની ચોથી અડધી સદી ફટકારીને ભારતની ઇનિંગ્સમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં વિરાટ કોહલીએ ફરીથી ધમાકેદાર ઈનિગ્સ રમી છે. કોહલીએ આ વર્લ્ડ કપમાં તેની ચોથી અડધી સદી ફટકારીને ભારતની ઇનિંગ્સમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કોહલીએ મેચમાં કેટલાક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

IND vs ENG

કોહલી બેટિંગ માટે આવ્યો ત્યારે ભારતે 9 રનના સ્કોર પર કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ તેણે રોહિત શર્મા સાથે મળીને ટીમને મુશ્કેલીમાંથી બહાર લાવવાની શરૂઆત કરી અને ત્યારબાદ સૂર્યકુમાર યાદવના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા સાથે શાનદાર ઈનિંગ્સ રમી. હાર્દિક પંડ્યાએ પણ આ મેચમાં પોતાની ધમારેદાર ઈનિંગ્સ રમતા 63 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી.

વિરાટ કોહલીએ ક્રિસ જોર્ડનની બોલ પર આદિલ રાશિદના હાથે કેચ આઉટ થતા પહેલા મેચમાં 40 બોલમાં 50 રન બનાવ્યા હતા, જેમાં 4 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ સાથે વિરાટ કોહલી મેન્સ ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 100 ચોગ્ગા મારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

વિરાટ કોહલીએ પોતાની ઇનિંગ્સથી એડિલેડમાં 15 ઇનિંગ્સમાં 957 રન બનાવ્યા છે. આ પહેલા તેણે 14 ઇનિંગ્સમાં 75.58ની એવરેજથી 907 રન બનાવ્યા હતા. આ જ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે પણ કોહલીએ આ જ મેદાન પર 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ 6 મેચની 6 ઇનિંગ્સમાં 296 રન બનાવ્યા છે જ્યાં તેની એવરેજ 98.6 છે.

આ મેચ હાર્દિક પંડ્યાની બેટિંગના નામે હતી, જેણે આવી તોફાની ઇનિંગ્સ રમી હતી, જેના માટે સૂર્યકુમાર યાદવ વારંવાર ચર્ચાઓ કરતા રહે છે. વિરાટ કોહલીની જેમ હાર્દિકે માત્ર તેની અડધી સદી જ પૂરી કરી ન હતી તેને ઈંગ્લેન્ડની બોલિંગને ફ્લોન્ટ કરી તોફાની ઈનિંગ્સ રમી હતી. હાર્દિક પંડ્યાએ 33 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા જેના કારણે ભારતીય ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા.

English summary
IND vs ENG: Kohli-Hardik's explosive innings in Adelaide, two records in the name of Kohli!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X