IND vs NZ : વાનખેડેની પીચને લઈને વિવાદ, જાણો શું છે પુરી બબાલ?
વર્લ્ડ કપમાં અત્યારસુધી અપરાજેય રહેલી ટીમ ઈન્ડિયા હવે સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મેદાને ઉતરી છે. જો કે મેચ વચ્ચે પીચને લઈને વિવાદ સામે આવ્યો છે.
ડેઈલી મેઈલના અહેવાલ અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ માટે આઈસીસીની પરવાનગી વિના પિચ બદલી છે. ICC ઇવેન્ટ માટે સ્ટ્રીપ્સ વૈશ્વિક ક્રિકેટિંગ સંસ્થાના સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે.

તે હોમ બોર્ડ સાથે અગાઉથી સંમત થાય છે કે દરેક ગેમ માટે ક્યા ટ્રેકનો ઉપયોગ કરવામાં આવશે. ICC પિચ કન્સલ્ટન્ટ એન્ડી એટકિન્સનને ભારતમાં 2023 ODI વર્લ્ડ કપ માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
અહેવાલો અનુસાર, વાનખેડેનો ટ્રેક બદલવામાં આવ્યો છે, બીસીસીઆઈ પર કિવી સામેની સેમીફાઈનલ પહેલા કરારની અવગણના કરવાનો આરોપ છે. બુધવારની ગેમમાં પિચ 7 નંબરની હોવી જોઈતી હતી, જે આખરે બદલીને 6 નંબર પર કરવામાં આવી છે.
આ દરમિયાન એટકિન્સનને જણાવાયુ છે કે, પીચ નંબર 7માં એક અનિશ્ચિત સમસ્યા છે. મુંબઈમાં થયેલા ફેરફારને કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ટ્રેકમાં પણ આવો જ ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યાં રવિવારે ફાઈનલનું આયોજન છે.
આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મામલો ત્યારે વધુ જટિલ બન્યો જ્યારે સ્થળ પરના ICCના સિનિયર ઈવેન્ટ મેનેજરએ કહ્યું કે, 14 ઓક્ટોબરે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની પીચ નંબર 7 પર મેચ થવાની હતી પરંતુ તે વાસ્તવમાં પિચ નંબર 5 હતી. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ કઈ તરફ જાય છે.












Click it and Unblock the Notifications
