IND vs NZ : ભારતે 2019 નો બદલો લીધો, ભારતની 4 વિકેટે જીત
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની લીગ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને સતત પાંચમી જીત પોતાના નામે કરી છે. ભારત માટે વિરાટ કોહલી ફરી એક વખત મેચ વિનર સાહિત થયો.
ટોસ હારીને બેટિંગ માટે આવેલી ન્યૂઝીલેન્ડની ટીમે પહેલી ઈનિંગમાં તમામ વિકેટો ગુમાવીને 50 ઓવરમાં 274 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલે શાનદાર સદી ફટકારતા 130 રનની ઈનિંગ રમી.

આ સિવાય ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવિન્દ્રએ નોંધપાત્ર 75 રનની ઈનિંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. ભારત તરફથી બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા મોહમ્મદ શામીએ 5 અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી.
બીજી ઈનિંગ્સમાં રન બનાવવા માટે ઉતરેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર શરૂઆત અપાવી. બન્નેએ પહેલી વિકેટે 71 રનની ભાગીદારી કરી. અહીં રોહિત શર્મા અડધી સદી ચુક્યો અને 46 રનની ઈનિંગ રમીને પરત ફર્યો.
આ પછી ભારતની વિકેટો પડતી રહી અને કોહલીએ એક છેડો સાચવી રાખ્યો. વિરાટ કોહલીએ રવિન્દ્ર જાડેજા સાથે મળીને આખરે મેચ વિનિંગ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી દીધી. ભારત તરફથી વિરાટ કોહલીએ 95 રન અને રવિન્દ્ર જાડેજાએ 39 રનની ઈનિંગ રમી.












Click it and Unblock the Notifications
