For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs NZ: ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસને કોરોનાનું ગ્રહણ લાગ્યું!

ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડનો પ્રસ્તાવિત પ્રવાસ આગામી વર્ષ સુધી રદ કરવામાં આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડનો પ્રસ્તાવિત પ્રવાસ આગામી વર્ષ સુધી રદ કરવામાં આવ્યો છે. આઈસીસીના ફ્યુચર ટૂર પ્રોગ્રામ મુજબ વિરાટ કોહલી એન્ડ કંપનીને વર્લ્ડ કપ સુપર લીગ માટે ક્વોલિફાય થવા માટે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચ રમવાની હતી. અગાઉ કોરોના મહામારીને કારણે કિવિ બોર્ડે ઘણી શ્રેણીઓ રદ કરવી પડી હતી. હવે ઘણી ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે લાઈનમાં ઉભી છે. આ સિવાય ન્યુઝીલેન્ડની ટીમ આવતા વર્ષે બાંગ્લાદેશ, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને મહિલા વિશ્વકપની યજમાની કરવા જઈ રહી છે. હવે ભારતીય ટીમ 20 વર્લ્ડ કપ 2022 પછી જ આ પ્રવાસ કરી શકે છે.

cricket

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રવક્તાએ પુષ્ટિ કરી0 હતી કે FTP અનુસાર ભારત આ સિઝનમાં પ્રવાસ કરશે નહીં અને આગામી વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી 20 વર્લ્ડ કપ બાદ જ બંને ટીમો વચ્ચે શ્રેણી યોજાશે. આ દરમિયાન કિવિ ખેલાડીઓ નવેમ્બરના અંત પહેલા ઘરે પરત ફરશે નહીં. ન્યૂઝીલેન્ડની ટીમ હાલમાં પાકિસ્તાનમાં છે, જ્યાં તે મર્યાદિત ઓવરોની શ્રેણી રમવા જઈ રહી છે. આ પછી કિવી ટીમ સંયુક્ત આરબ અમીરાત જશે અને ટી 20 વર્લ્ડ કપ પછી ભારત આવશે.

ટી 20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ બે મેચની ટેસ્ટ શ્રેણી અને ત્રણ મેચની ટી 20 શ્રેણી માટે ભારતનો પ્રવાસ કરશે. આ પછી ઘરે પરત ફરતા કિવિ ટીમે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ અને ત્રણ ટી 20 મેચ, નેધરલેન્ડ સામે ત્રણ વનડે અને દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ અને ત્રણ ટી 20 મેચ રમવાની છે. બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે. ન્યૂઝીલેન્ડની ટીમ હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિજેતા છે.

English summary
IND vs NZ: Indian team's tour of New Zealand canceled due to corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X