IND vs PAK : ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનનો રેકોર્ડ બહુ સારો નથી, જાણો શું છે ભારતની સ્થિતી?

ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલાને ગણતરીની ઘડીઓ બાકી છે. એક તરફ ભારત જૂનો બદલો લેવા મેદાનમાં ઉતરશે તો બીજી તરફ પાકિસ્તાનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ધરતી પર બહુ સારો નથી.

મેલબોર્ન : ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલાને ગણતરીની ઘડીઓ બાકી છે. એક તરફ ભારત જૂનો બદલો લેવા મેદાનમાં ઉતરશે તો બીજી તરફ પાકિસ્તાનનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ધરતી પર બહુ સારો નથી.

IND vs PAK

આંકડાઓ પર નજર કરીએ તો, પાકિસ્તાન અત્યારસુધીમાં પાકિસ્તાનમાં માત્ર 4 જ ટી20 મેચ રમ્યુ છે અને ત્રણમાં હાર થઈ છે. એક મેચ અનુર્તિણ રહી છે. અહીં સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાન ટીમ એક પણ વખત 150 થી વધુનો સ્કોર બનાવી શકી નથી. ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનનો સર્વોચ્ચ સ્કોર 150/6 છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં ભારતનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ભારતે અહીં રમાયેલી 12માંથી સાત મેચ જીતી છે, જ્યારે ચારમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચનું પરિણામ આવી શક્યું નથી. ભારતે ફેબ્રુઆરી 2008માં પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં ટી20 મેચ રમી હતી, જ્યારે તેણે છેલ્લે ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયામાં ટી20 મેચ રમી હતી.

ઓસ્ટ્રેલિયામાં પહેલી જ મેચમાં ભારતીય ટીમ 74 રને સમેટાઈ ગઈ હતી, જે અહીં તેનો સૌથી ઓછો સ્કોર છે. જો કે બીજી તરફ 2016 માં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 198 રનના લક્ષ્યનો પીછો કરી 200 રનને 3 વિકેટે પાર કર્યા હતા. જે ઓસ્ટ્રેલિયામાં ભારતનો સર્વોચ્ચ સ્કોર છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં 11માંથી 8 ઇનિંગ્સમાં 150થી વધુ રન બનાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X