IND vs SA : શાનદાર સદી બાદ સોશિયલ મીડિયા પર છવાયો કેએલ રાહુલ, વાયરલ થયા લોકોના રિએક્શન
સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝના પહેલા મુકાબલામાં ભારત તરફથી કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી છે. આ સદી બાદ તે સોશિયલ મીડિયા પર છવાયો છે.
છેલ્લા કેટલાક સમયથી શાનદાર બેટિંગ કરનારા કેએલ રાહુલે ટેસ્ટ ક્રિકેટમાં પણ ફોર્મ જાળવી રાખ્યુ છે. રાહુલે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટમાં જ બેટથી સદી ફટકારી છે.

રાહુલનું બેટ મુશ્કેલ પીચ પર પણ ખુબ બોલ્યુ છે. તેણે કોએત્ઝીની બોલ પર છગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી. રાહુલે બે વર્ષ પહેલા સેન્ચુરિયનમાં સદી ફટકારી હતી અને અહીં બે0 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. રાહુલ 101 રનની શાનદાર ઈનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો.
#INDvsSA
— News18 CricketNext (@cricketnext) December 27, 2023
Fans salute KL Rahul for 'saving' India!https://t.co/OcUzWAGRFT
કેએલ રાહુલ SENA દેશોમાં વિકેટકીપર તરીકે સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે. આ યાદીમાં રિષભ પંતનું નામ સામેલ છે. રાહુલે પહેલા દિવસે મુશ્કેલ પીચ પર જે રીતે ફિફ્ટી ફટકારી તેને સુનીલ ગાવસ્કરે સદી સમકક્ષ ગણી હતી. બીજા દિવસે આવતા રાહુલે તેની ટેસ્ટ કારકિર્દીની 8મી સદી ફટકારી દીધી.
કેએલ રાહુલે જે સ્ટાઈલમાં સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી તે ચાહકોને ખાસ પસંદ આવી છે. તેણે રબાડાની બોલ પર 89ના સ્કોર સાથે સિક્સર ફટકારી. આ પછી કોએત્ઝીએ સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી. માત્ર છેલ્લી વિકેટ બાકી હતી એટલે તેણે ઝડપી બેટિંગ કરીને સદી પુરી કરી.
કેએલરાહુલની સદી બાદ સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયા જોવા મળી. ફેન્સ તેને મજબૂત અને ક્લાસ બેટ્સમેન માને છે. સોશિયલ મીડિયા પર રાહુલ માટે અલગ-અલગ મીમ્સ જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
