IND vs SA : એક જ દિવસમાં બન્ને ટીમો ઓલઆઉટ, 121 વર્ષ જુનો રેકોર્ડ તુડ્યો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં પહેલા દિવસે જોરદાર ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. યજમાન ટીમ માત્ર 55 રનો બનાવીને આઉટ થઈ તો ભારતની ઈનિંગ પણ પહેલા દિવસે જ સમેટાઈ ગઈ.
ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો એક જ દિવસમાં ઓલઆઉટ થઈ ગઈ છે. દિવસની રમતના અંત સુધીમાં દક્ષિણ આફ્રિકાએ તેના બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા છે. માર્કરમ 36 રન અને બેડિંગહામ 7 રન બનાવીને ક્રિઝ પર છે.

દિવસની રમત શરૂ થઈ ત્યારે દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો પરંતુ તે ખોટો સાબિત થયો. દક્ષિણ આફ્રિકાની ટીમના બેટ્સમેનો એક પછી એક આઉટ થતા રહ્યા. સિરાજ અને બુમરાહ સામે ટીમ ધ્વંસ્ત થઈ ગઈ.
દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 55 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. સિરાજે ટીમ ઈન્ડિયા માટે 6 વિકેટ પોતાના નામે કરી. તેમના સિવાય બુમરાહ અને મુકેશ કુમારે પણ 2-2 વિકેટ પોતાના નામે કરી.
જવાબી ઇનિંગ્સમાં ભારતે શરૂઆતમાં જ યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવી દીધી. તે ખાતું પણ ખોલી શક્યો નહીં. ત્યાર બાદ રોહિત અને ગિલે ઇનિંગ્સ ચાલુ રાખી હતી. રોહિત શર્મા 39 રન બનાવીને આઉટ થયો અને ગિલ 36 રન બનાવીને પેલેવિયન પરત ફર્યો.
કોહલી ક્રિઝ પર રહ્યો પરંતુ એક છેડેથી વિકેટો પડતી રહી. ટીમ ઈન્ડિયા માત્ર 153 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. કોહલી 46 રને આઉટ થયો. બંને ટીમો તરફથી એક પણ ફિફ્ટી નથી આવી. રબાડા, એનગિડી અને બર્જરને 3-3 વિકેટ મળી. આમ પહેલી ઈનિંગમાં ભારતને 98 રનની લીડ મળી.
આ પછી જવાબમાં સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં ધમાકેદાર શરૂઆત કરી. એલ્ગર અને માર્કરામે પ્રથમ વિકેટ માટે 37 રન જોડ્યા. આ પછી એલ્ગર 12 રન બનાવીને આઉટ થયો. તેના પછી ડી જ્યોર્જી પણ 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. મુકેશ કુમારે બંનેની વિકેટ પોતાના નામે કરી. આ પછી બુમરાહે સ્ટબ્સને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો. આમ પહેલા દિવસે 3 વિકેટ બનાવીને 62 રન બનાવ્યા છે.
આ મેચમાં પહેલા દિવસે 23 વિકેટ પડી, આ પહેલા 1902માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં 25 વિકેટ પડી હતી. જો તે દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આજે એક નવો રેકોર્ડ બન્યો છે.
પ્રથમ દિવસે સૌથી વધુ વિકેટો પડી હોય તેવી ટેસ્ટ મેચ
25 - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, મેલબોર્ન 1902
23 - દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારત, કેપ ટાઉન 2024
22 - ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ઓવલ 1890
22 - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, એડિલેડ 1951
21- દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગયાબરખા (પોર્ટ એલિઝાબેથ) 1896












Click it and Unblock the Notifications
