IND vs SA : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજથી T20 સિરીઝ, જાણો વરસાદની કેટલી સંભાવના?
ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ જીતીને હવે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પહોંચી છે. અહીં બન્ને ટીમો આજે T20 સિરીઝના પહેલા મુકાબલામાં એકબીજા સાથે ટકરાશે.
3 મેચની T20 સિરીઝના પહેલા મુકાબલામાં બન્ને ટીમોડરબનના કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમમાં એકબીજા સામે ઉતરશે. ભારતીય ટીમ છેલ્લી T20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવીને આફ્રિકા પહોંચી છે.

આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે રમાશે અને ટોસ અડધો કલાક પહેલા એટલે કે સાંજે 7:00 વાગ્યે થશે. ડરબનના કિંગ્સમીડ ગ્રાઉન્ડ પર બંને ટીમો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો પ્રયાસ કરશે. ડરબનનું મેદાન ફાસ્ટ બોલરો માટે સારૂ માનવામાં આવે છે. આ સિવાય અહીં બેટિંગ પણ સરળ છે.
હવામાનની વાત કરીએ તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T-20 મેચ દરમિયાન વરસાદની 20 ટકા શક્યતા છે. આ સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની પણ અપેક્ષા છે. જો વરસાદના કારણે રમત પ્રભાવિત થશે તો મેચ ટૂંકી થઈ શકે છે.
વન ડે વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. દક્ષિણ આફ્રિકા સેમી ફાઇનલમાં પહોંચ્યુ અને ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો.
દક્ષિણ આફ્રિકા ભારત સામેની T20 શ્રેણીમાં પોતાની તાકાત બતાવવા માંગશે. T20 વર્લ્ડ કપનું આયોજન આવતા વર્ષે એટલે કે વર્ષ 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં થવાનું છે. T20 વર્લ્ડ કપ માટે બંને ટીમો માટે આ સિરીઝ મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બન્ને મુકાબલો જીતવા ઈચ્છશે.












Click it and Unblock the Notifications
