IND vs SA : ટોસ જીતીને સાઉથ આફ્રિકાનો બોલિંગ કરવાનો નિર્ણય
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવા જઈ રહેલા ટી20 સિરીઝના બીજા મુકાબલામાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 25 T20 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ભારતે તેમાંથી 13 મેચ જીતી છે અને દક્ષિણ આફ્રિકાએ તેમાંથી 10માં જીત મેળવી છે. બે મેચોનું પરિણામ આવ્યુ નથી.

બન્ને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી 5 T20 મેચોમાં ભારતે ત્રણ અને દક્ષિણ આફ્રિકાએ બેમાં જીત મેળવી છે.
સેન્ટ જ્યોર્જ પાર્કની પીચ નવા બોલના ઉછાળ અને મૂવમેન્ટને કારણે ઝડપી બોલરો માટે સારી છે. જો કે, એકવાર બેટ્સમેનો ક્રિઝ પર સેટ થઈ જાય પછી ટૂંકી બાઉન્ડ્રી અને ઝડપી આઉટફિલ્ડને કારણે રન બનાવવાનું સરળ બની જાય છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ સ્પિનરો અસરકારક બની શકે છે, પરંતુ એકંદરે પિચનો ફાયદો ફાસ્ટ બોલરોને થાય છે.












Click it and Unblock the Notifications
