IND Vs ZIM : ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતીય પ્લેઈંગ ઈલેવન, ટીમમાં આ ફેરફાર થશે.
ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે ધમાકેદાર જીત સાથે વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં પ્રવેશ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ ઝિમ્બાબ્વે પણ આખરી મેચમાં જીત સાથે સફર પુરી કરવા મેદાનમાં ઉતરશે.
ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે ધમાકેદાર જીત સાથે વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં પ્રવેશ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ ઝિમ્બાબ્વે પણ આખરી મેચમાં જીત સાથે સફર પુરી કરવા મેદાનમાં ઉતરશે. ભારત-ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ પર પાકિસ્તાનનું પણ ભવિષ્ય નક્કી થશે. અહીં એ પણ જાણી લેવુ જરૂરી છે કે ઝિમ્બાબ્વે પહેલા પાકિસ્તાનને હરાવીને મોટો ઉલટફેર કરી ચુક્યુ છે.

ટીમ ઈન્ડિયા માટે આ મેચ કરો યા મરો છે ત્યારે જિમ્બાબ્વેને બિલકુલ હળવાશથી નહીં તે લે નક્કી છે. ઝિમ્બાબ્વેને હળવાશથી લેવુ ભારત માટે મોંઘુ પડી શકે છે. ઝિમ્બાબ્વે પણ મોટા ઉલટફેર કરવાના મેદાનમાં ઉતરશે. જો કે તેના માટે ભારતને હરાવવુ આશાન નહીં હોય. જો ઝિમ્બાબ્વે આ મેચ જીતશે તો મોટો અપસેટ થશે. જો આ મેચમાં વરસાદ પડશે તો પણ ભારતને એક પોઈન્ટ મળશે અને સેમીફાઈનલમાં પહોંચી જશે.
ઝિમ્બાબ્વે સામે ભારતીય ટીમ મજબુત ટીમ સાથે ઉતરવાનું પસંદ કરશે, હવે જોવાનું એ રહે છે કે ભારતીય ટીમ કોઈ ફેરફાર કરે છે કે કેમ? સામાન્ય રીતે ભારત કમજોર ટીમ સામે સિનિયર ખેલાડીઓને આરામ આપે છે પરંતુ આ મેચમાં ભારત આ ભુલ નહીં કરે તે નક્કી છે. સંજોગો જોતા ભારતીય ટીમ કોઈ મોટા ફેરફાર કરે તેની બહુ સંભાવના ઓછી છે.
ભારતની સંભવિત પ્લેઈંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર કુમાર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (ડબલ્યુકે), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.












Click it and Unblock the Notifications
