''પ્રેમની પિચ પર ક્લીન બોલ્ડ થયો ઉમેશ યાદવ''

સગાઇ બાદ ઉમેશ યાદવે જણાવ્યું હતું કે તેની અને તાન્યાની મુલાકાત દિલ્હીમાં થઇ હતી. જો કે પહેલાં અમે મિત્ર હતા પરંતુ ધીમે-ધીમે અમારી મિત્રતા પ્રેમમાં ફેરવાઇ ગઇ. ત્યારબાદ મે તેને પ્રપોઝ કર્યો અને તાન્યાએ મને હા કહ્યું.
ઉમેશ યાદવે કહ્યું હતું કે અમે એકબીજાને સમજવા માટે એક વર્ષનો સમય લીધો છે ત્યારબાદ અમે બંનેએ સગાઇ કરી લીધી હતી અને આઇપીએલ બાદ તે બંને 29 મે રોજ લગ્નના બંધનમાં જોડાઇ જશે.
બીજી તરફ આ તરફ આ અવસરે દિલ્હીની રહેવાસી ફેશન ડિઝાઇનર તાન્યાએ કહ્યું હતું કે આ પહેલી નજરનો પ્રેમ નથી. મારી નજરમાં તે સારો માણસ છે. હું તેમના કેરિયર પર સલાહ આપતી રહું છું.












Click it and Unblock the Notifications
