For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનને હરાવીને ભારતે જીત્યો અંડર-19 એશિયા કપ

|
Google Oneindia Gujarati News

શારજાહ, 5 જાન્યુઆરી: કપ્તાન વિજય જોલ (100) અને સંજૂ સૈમસન (100)ની શાનદાર સદીઓની મદદે ભારતે પોતાના ચિર પ્રતિદ્ધંધી પાકિસ્તાનને શનિવારે શારજાહમાં રમાયેલી ફાઇનલ મેચમાં 40 રનથી હરાવીને એશિયા કપ અંડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટ ખિતાબ જીતી લીધો છે.

ટૉસ હારીને પહેલા બેટિંગ કરીને ભારતીય ટીમે 314 રનોનો વિશાળ સ્કોર પાકિસ્તાનની ટીમ સામે મૂક્યો, અને લક્ષ્યને આંબવા માટે મેદાનમાં ઉતરેલી પાકિસ્તાની ટીમ નિર્ધારિત 50 ઓવરોમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 274 રન જ બનાવી શકી.

પાકિસ્તાનના સલામી બેટ્સમેન સમી અસલમ (87) અને 102 રન બનાવીને અણનમ રહેલા કામરાન ગુલામ ઉપરાંત કોણપણ પાકિસ્તાની ખેલાડી ટકીને મેદાનમાં રમી શક્યો નહીં.

ભારત માટે કુલદીપ યાદવે ત્રણ વિકેટ પોતાના નામે કરી, પરંતુ 2-2 વિકેટ ઝડપનાર દીપક હુડ્ડા અને ચામા મિલિંદે શાનદાર બોલિંગ કરીને પાકિસ્તાની બેટ્સમેનોને રન બનાવવા પર અંકૂશ જમાવી રાખ્યો. ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મ રહેલા ભારતના સલામી બેટ્સમેન અંકુશ બેન્સ(47)એ અખિલ હેરવાડકર(12)ની સાથે પ્રથમ વિકેટ માટે 65 રનોની ભાગીદારી કરી ભારતને સારી શરૂઆત આપી. બેંસે આ પહેલા શ્રીલંકાની સામેની મેચમાં મળેલી ત્રણ વિકેટોથી જીતમાં મહત્વપૂર્ણ અર્ધશતકીય પારી રમી હતી.

બંને સલામી બેટસમેનોના પેવેલિયન પરત ફર્યા બાદ ભારતીય ટીમની કમાન કપ્તાન વિજય અને કેરલાના સંજૂ સેમ્સનને સંભાળી. વિજય અને સંજૂએ ત્રીજી વિકેટ માટે 28.4 ઓવરોમાં 180 રનનો ઉમેરો કર્યો.

sanju
વિજયે પોતાની કપ્તાની પારીમાં 120 બોલોનો સામનો કર્યો અને સાત ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા. બીજી બાજુ સંજૂએ આતિશી પારી ખેલીને 87 બોલમાં 8 ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા.

જોકે ભારતીય બેટ્સમેન સ્લોગ ઓવરોમાં ઝડપી રન જોડી શક્યા નહીં, અને અંતિમ આઠ ઓવરોમાં 37 રનના ઉમેરણ સાથે ભારતની પાંચ વિકેટ પડી ગઇ. 45મી ઓવરની પ્રથમ બોલ પર સંજૂ અને સરફરાજ ખાનના રૂપમાં બે વિકેટ પડી. સંજૂ કેચ આઉટ થયા જ્યારે સરફરાજ રન આઉટ થયા.

English summary
India defeated Pakistan by 40 runs to win the ACC Under-19 Asia Cup here at Sharjah Cricket Stadium on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X