For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની થયા 32ના

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જુલાઇઃ ભારતીય ક્રિકેટના સૌથી સફળ સુકાની ગણાતા મહેન્દ્ર સિંહ ધોની રવિવારે પોતાનો 32મો જન્મ દિવસ મનાવ્યો. બીસીસીઆઇએ તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, પોતાના સુકાનીના જન્મદિવસની અનેકગણી શુભકામનાઓ. હેપી બર્થડે માહી. ધોનીની આગેવાની હેઠળ ભારતીય ટીમે 207માં ટી-20 વિશ્વ ચેમ્પિયનશિપ, 2011માં વનડે વિશ્વકપ અને 2013માં ચેમ્પિયનશિપ પોતાના નામે કરી. હજુ તે ત્રિકોણીય વનડે શ્રેણી માટે રાષ્ટ્રીય ટીમ સાથે વેસ્ટઇન્ડિઝમાં છે. સુકાની જોકે હાલના સમયે સ્નાયુઓમાં ખેચની સમસ્યાથી પીડાઇ રહી છે, જે તેમને તાજેતરમાં ચાલી રહેલી ટ્રાઇ સિરિઝમાં ઉદભવી હતી.

ધોનીને 2004-05માં બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ આ શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી, કારણ કે ઝારખંડનો આ ખેલાડી શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો, પરંતુ ત્યારે બાદ તેની કારકિર્દીના ગ્રાફ સતત ઉપર ગયો અને હાલના સમયે તે દેશના સૌથી મહાન ખેલાડીઓમાના એક થઇ ગયા.

dhoni
પૂર્વ ભારતીય ખેલાડી સંજય માંજરેકરે ટ્વિટ કર્યુ કે, ધોનીના દિમાગમાં શું ચાલે છે, તેની જાણકારી મેળવવી ઘણુ મુશ્કેલ છે, પરંતુ મને લાગે છે કે તે જ્યારે યુવા પ્રતિભાઓને આગળ વધારે છે તો તે જુસ્સો જોવા મળ્યો છે. આઇપીએલે પણ ચેન્નાઇ સુપરકિંગ્સના સુકાનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને ટ્વિટ કર્યું કે, તેમને આવનારા વર્ષોમાં અનેકગણી ખુશી અને સફળતાં મળી. જન્મદિવસની શુભેચ્છા.

આ વિકેટકીપર બેટ્સમેને અત્યારસુધી 77 ટેસ્ટ મેચ રમી છે,જેમાં તેણે 39.70ની એવરેજથી 4209 રન બનાવ્યા છે. વનડે મેચોમાં તેમને ગેમ ચેન્જર માનવામાં આવે છે, તેમણે 225 વનડે મેચોમાં 51.13ની એવરેજથી 7313 રન બનાવ્યા છે. ધોની ભલે સફળ અને લોકપ્રિય હોય, પરંતુ તેમની સાથે કેટલાક વિવાદો પણ જોડાયેલા રહ્યા છે. તાજેતરમાં એક ખેલાડી પ્રબંધન ફર્મની સાથે તેમની ભાગીદારીમાં હિતોના ટકરાવનો મામલો સામે આવ્યો હતો. આ ફર્મ સાથે સુકાની સહિત કેટલાક ભારતીય ખેલાડીઓ જોડાયેલા છે.

English summary
India captain Mahendra Singh Dhoni turns 32
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X