રાજકોટનું મેદાન ગુંજવા તત્પર, સુરક્ષા વ્યવસ્થા કડક

રાજકોટના આ નવનિર્મિત સ્ટેડિયમમાં પહેલીવાર કોઇ ક્રિકેટ મેચનું આયોજન કરાઇ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ખેલાડીઓની સુરક્ષાના પગલે કડક સુરક્ષાનો બંધોબસ્ત કરાયો છે. જેના પગલે સ્ટેડિયમ સુધી જતા માર્ગો પર ઠેરઠેર પોલીસ જવાનોને ગોઠવી દેવાયા છે. શંકાસ્પદ જણાતા બધા જ વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થાને પગલે એક હજાર પોલીસ જવાનોને શહેરમાં અને સ્ટેડિયમમાં તૈનાત કર્યા છે. આ ઉપરાંત શહેરમાં ઠેરઠેર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે પાકિસ્તાન સામે ભારતે બે ટ્વેન્ટી-20 મેચની શ્રેણી અને ત્રણ વનડે મેચની શ્રેણીમાં હાર મેળવ્યા બાદ ઇંગ્લેન્ડ સામે શ્રેણી રમવાની તૈયારી કરી રહ્યું છે. આ પહેલા ઇંગ્લેન્ડે તેના ઘર આંગણે ભારતને ક્લિનવોશ કરીને પરત મોકલ્યું હતું. ભારત ઇંગ્લેન્ડ સામે તેનો બદલો વાળવા શુક્રવારે રાજકોટના મેદાને ઉતરશે.












Click it and Unblock the Notifications
