એશિયા કપ: સેમીફાઇનલમાં પહોંચી મહિલા હૉકી ટીમ
કુઆલાલમ્પુર, 25 સપ્ટેમ્બર : ભારતની મહિલા હૉકી ટીમ યજમાન મલેશિયાને 2-0થી હરાવીને આઠમાં એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટના સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. મંગળવારે નેશનલ સ્ટેડિયમમાં રમાયેલા આ મહત્વના મુકાબલામાં પ્રથમ હાફ દરમિયાન બંને ટીમ એક પણ ગોલ ના કરી શકી, પરંતુ બીજા હાફમાં ભારતે 39મી મિનિટમાં પ્રથમ ગોલ કર્યો. ભારત માટે આ ગોલ પૂનમ રાણીએ કર્યો. ત્યારબાદ 46 મિનિટમાં લિલી ચાનૂ માયેંગબામે પોતાની ટીમ માટે બીજો ગોલ કર્યો.
આ મેચથી ભારતને ત્રણ પોઇન્ટ મળ્યા. પૂલ-એમાં ભારતે બે જીત અને એક હારની સાથે બીજું સ્થાન મેળવ્યું અને ચીનની સાથે સેમીફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું. આ જીતની સાથે ભારતીય મહિલાઓએ આવતા વર્ષે ધી હેગમાં યોજાનાર વિશ્વ કપ માટે પોતાનું સ્થાન બનાવવાની આશા જીવંત રાખી છે. ભારતીય ટીમ જો ખિતાબ જીતે છે તો તે આવતા વર્ષે હેગ આવશે.

આ ઉપરાંત કોરિયાની મહિલાઓ પણ સેમીફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યા. કોરિયાએ પૂલ-બીમાં ટોપ કર્યું. કોરિયાએ પોતાના અંતિમ ગ્રુપ મેચમાં તાઇવાનને 16-2થી માત આપી.












Click it and Unblock the Notifications
