For Quick Alerts
For Daily Alerts
એશિયન ચેમ્પિયન્સ હોકીની ફાઇનલમાં પાક. સામે હાર્યું ભારત
દોહા, 28 ડિસેમ્બર: ગત ચેમ્પિયન અને ખિતાબ માટે પ્રબળ દાવેદાર ભારતને ચિર પ્રતિદ્વંધી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટના ખિતાબી મુકાબલામાં ગુરુવારે 4-5થી રોમાંચક હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે લીગ મેચમાં પાકિસ્તાનને 2-1થી માત આપી હતી, પરંતુ ફાઇનલમાં પાકિસ્તાને એ હારનો બદલો જ નહી પરંતુ બીજીવાર ટાઇટલ જીતવાનું સપનું રોળી નાખ્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટૂર્નામેન્ટનો અત્યાર સુધીનો સૌથી શાનદાર મુકાબલો રમાયો, પરંતુ નિર્ણાયક મેચમાં ચૂકી જવાથી ભારતે હારનો સામનો કરવો પડ્યો. ભારતે ટૂર્નામેન્ટમાં લીગ ચરણમાં પોતાની ચાર મેચ સરળતાથી જીતી લીધી હતી. પરંતુ છેલ્લી લીગ મેચમાં તેને મલેશિયાથી 3-5થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે તે મેચમાં જે પોતાનું ફોર્મ ગુમાવ્યું તે ફાઇનલમાં પણ યથાવત રહ્યું.
ભારતીય હોકી ટીમ પાસે એક સારી એવી તક હતી કે સુખદ અંત સાથે વર્ષનું સમાપન કરે, અને લંડન ઓલિમ્પિકની નિરાશાને ભૂલાવી દે, પરંતુ પાકિસ્તાને તેને આ સપનું પૂરું કરવા ના દીધું. આ પહેલા મલેશિયાએ ચીનને 3-1થી હરાવીને કાંસ્ય પદક મેળવી લીધું, જ્યારે ઓમાને જાપાનને 2-1થી હરાવીને પાંચમું સ્થાન મેળવી લીધું.