'ભારત માટે સચિનનું હોવું એક મોટું એડવાન્ટેઝ છે'

sachin-tendulkar
મોહાલી, 12 માર્ચઃ ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર મોઇસિસ હેનરિક્સનું માનવું છે કે ત્રીજી ટેસ્ટમાં પુનરાગમન કરવું તેમની ટીમ માટે સહેલું નહી હોય, પરંતુ સાથે જ તેણે એમપણ કહ્યું કે, અમે અમારી ભુલોમાંથી શીખ્યા છીએ અને સકારાત્મક થઇની પુનરાગમન કરીશું. પોતાની ટીમની આગળની યોજનાઓ અંગે મોઇસિસે કહ્યું છે, બીજી અને ત્રીજી ટેસ્ટ મેચો વચ્ચે ઘણો સમય હોવાથી અમને ફરીથી પોતાને તૈયાર કરવામાં મદદ મળી છે.

ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરાત હેનરિક્સનું કહેવું છે, સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની જેવા સીનિયર ખેલાડીઓ હોવાથી ટીમ મજબૂત છે. હેનરિક્સનું માનવું છે કે સચિન તેંડુલકર ટીમમાં હોવાથી ઘણી અસર થાય છે અને તે ભારત માટે મોટું એડવાન્ટેજ છે. તેણે હરભજન અને અશ્વિનની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે પોતાની ઘરેલુ સ્થિતિનો સારો ફાયદો ઉઠાવ્યો. આ બન્ને સારા બોલર છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મુખ્ય ખેલાડી શેન વોટ્સન અને મિશેલ જ્હોનસન અને પેટિન્સન જેવા ખેલાડીઓ આગામી ટેસ્ટમાંથી બહાર થઇ જવાથી ઓસ્ટ્રેલિયા માટે અત્યારે મુશ્કેલીઓ વધેલી છે, આ ખેલાડીઓની અનુશાસનાત્મક કાર્યવાહીઓના કારણે ટીમમાંથી બહાર થઇ ગયા છે. જેનાથી નારાજ શેન વોટ્સન ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યો છે.

ટીમ મેનેજમેન્ટ અને પૂર્વ ખેલાડીઓ કોચ અને સુકાનીના આ નિર્ણયની ટીકા કરી છે અને કહ્યું છે કે, આવા સમયે જ્યારે ટીમને સારા ખેલાડીઓની સખત જરૂરત છે તો તેમને બહાર કરવા યોગ્ય નથી. પૂર્વ સુાકની એલન બોર્ડરનું કહેવું છે કે આ કોઇ સ્કૂલ ક્રિકેટ ટીમ નથી. આપણે પહેલેથી જ શ્રેણીમાં 2-0થી પાછળ ચાલી રહ્યાં છીએ અતઃ આ પ્રકારના નિર્ણય લેવા ના જોઇએ. એક કોચે હંમેશા પોતાના ખેલાડીઓને સારું કરવા પ્રેરિત કરવા જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X