દક્ષિણ આફ્રિકામાં સેહવાગની જરૂર પડશેઃ લક્ષ્મણ

તેણે કહ્યું કે, આ વર્ષે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર જનારી ટીમની સેહવાગ વગર કલ્પના કરી શકાય નહીં. સાથે જ તેણે કહ્યું કે સેહવાગની સજાગતામાં કોઇ ખરાબી નથી અને બાકી બે ટેસ્ટ મેચોમાં તેને સામેલ કરવો જોઇતો હતો.
લક્ષ્મણે કહ્યું કે, પસંદગીકર્તા એ વાતને ભૂલી ગયા છે કે આગામી પ્રવાસ દક્ષિણ આફ્રિકાનો છે. આ શ્રેણી માટે કોઇ યોજના હોવી જોઇએ, જ્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા જશે તો તેમાં યુવા અને અનુભવ બન્નેનું મિશ્રણ હોવું જોઇએ. જે પ્રકારની પરિસ્થિતિઓ ત્યાં હશે, ત્યારે સેહવાગ વગરની ટીમની કલ્પના કરી શકાય નહીં.
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઇ અને હૈદરાબાદમાં સેહવાગે ત્રણ ઇનિંગમાં કુલ 27 રન બનાવ્યા હતા. ગુરુવારે તેમના ખરાબ પ્રદર્શનના કારણે શ્રેણીની બાકી બચેલી બે ટેસ્ટ મેચો માટે તેની ટીમમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
