For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી હોકી શ્રેણી રદ

|
Google Oneindia Gujarati News

hockey
નવી દિલ્હી, 15 માર્ચ: ભારત અને પાકિસ્તાન વચ્ચે એપ્રિલમાં અત્રે રમાનાર હોકી સિરિઝને રદ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનની નાપાક હરકતોને ધ્યાનમાં રાખતા વિદેશ મંત્રાલયે કડક પગલા ઉઠાવતા આ હોકી સિરિઝને રદ કરવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ટીમ પાંચ એપ્રિલના રોજ ભારત પ્રવાસે આવવાની હતી. આ સિરિઝ અંતર્ગત પાકિસ્તાન અને ભારત વચ્ચે પાંચ મેચોનું આયોજન કરાયું હતું. જોકે આ શ્રેણી હવે રદ કરી દેવાઇ છે.

એપ્રિલ-મે, 2013માં યોજાનાર હોકી શ્રેણી અંતર્ગત ચાર મેચ ભારતમાં રમાવાની હતી અને પાંચ મેચ પાકિસ્તાનમાં રમાવાની યોજના હતી. ભારતને આવો નિર્ણય લેવા માટે મજબૂર થવું પડ્યું કારણ કે આંતરિક મામલામાં દખલઅંદાજી કરતા પાકિસ્તાનની સંસદમાં ગઇકાલે અફઝલ ગુરુને ફાંસી આપવા બદલ એક નિંદા પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે અફજલની ફાંસી બાદ જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતિઓ ખુબ જ બગડી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની ઇચ્છા ભારતના આંતરિક મામલામાં દખલ આપવાની છે.

English summary
Srinagar attack: India, Pakistan hockey series called off.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X