ટીમ ઇન્ડિયા નંબર વન, કાંગારુઓને નડ્યું ઝિમ્બાવ્વે
દુબઇ, 1 સપ્ટેમ્બરઃ ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન અને ગઇ કાલે ઝિમ્બાવ્વેએ ઓસ્ટ્રેલિયાને આપેલા ઐતિહાસિક પરાજય બાદ ભારત સોમવારે જારી કરવામાં આવેલી આઇસીસીની નવી વનડે રેન્કિંગમાં વિશ્વની નંબર વન ટીમ બની ગયું છે.
આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું છેકે રવિવારે હરારેમા ત્રિકોણિય શ્રેણીની મેચમાં ઝિમ્બાવ્વે સામે ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટથી પરાજય બાદ રિલાયન્સ આઇસીસી વનડે ટીમ રેન્કિંગમાં વિશ્વ ચેમ્પિયન ભારત નંબર વન બન્યું હોવાની પૃષ્ટિ કરવામાં આવે છે.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ નોટિંગહામમાં ત્રીજી વનડે જીત્યા બાદ ભારત 114 અંકથી ઓસ્ટ્રેલિયા સાથે સંયુક્ત રીતે નંબર વન થઇ ગયું હતું, પરંતુ ઝિમ્બાવ્વેએ 31 વર્ષ કરતા વધુ સમય બાદ ઓસ્ટ્રેલિયા પર પોતાનો બીજો વિજય નોંધાવતાની સાથે ટીમ ઇન્ડિયા એકલું નંબર વન પર પહોંચી ગયું છે. આ હારથી ઓસ્ટ્રેલિયાને ત્રણ રેટિંગનું નુક્સાન થયું છે અન તે દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા પછી ચોથા ક્રમે પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયાના 111 અંક છે.

ભારત
રેન્કિંગઃ- 01
મેચઃ- 57
પોઇન્ટઃ- 6485
રેટિંગઃ- 114

દક્ષિણ આફ્રિકા
રેન્કિંગઃ- 02
મેચઃ- 40
પોઇન્ટઃ- 4522
રેટિંગઃ- 113

શ્રીલંકા
રેન્કિંગઃ- 04
મેચઃ- 65
પોઇન્ટઃ- 7245
રેટિંગઃ- 111

ઓસ્ટ્રેલિયા
રેન્કિંગઃ- 03
મેચઃ- 38
પોઇન્ટઃ- 4230
રેટિંગઃ- 111

ઇંગ્લેન્ડ
રેન્કિંગઃ- 05
મેચઃ- 43
પોઇન્ટઃ- 4575
રેટિંગઃ- 106

પાકિસ્તાન
રેન્કિંગઃ- 06
મેચઃ- 50
પોઇન્ટઃ- 4998
રેટિંગઃ- 100

ન્યુઝીલેન્ડ
રેન્કિંગઃ- 07
મેચઃ- 31
પોઇન્ટઃ- 3031
રેટિંગઃ- 98

વેસ્ટ ઇન્ડિઝ
રેન્કિંગઃ- 08
મેચઃ- 43
પોઇન્ટઃ- 4107
રેટિંગઃ- 96

બાંગ્લાદેશ
રેન્કિંગઃ-09
મેચઃ- 28
પોઇન્ટઃ- 1940
રેટિંગઃ- 69

ઝિમ્બાવ્વે
રેન્કિંગઃ- 10
મેચઃ- 30
પોઇન્ટઃ- 1736
રેટિંગઃ- 58












Click it and Unblock the Notifications
