ખરાબ પ્રદાર્શનના કારણે ભારતીય હોકી ટીમના કોચ સસ્પેન્ડ

હોકી ઇન્ડિયાના મહાસચિવ નરિંદર બત્રાએ કહ્યું કે નોબ્સ સાથેનો કરાર રદ કરી દેવામાં આવ્યો છે અને હાલમાં તેઓ એક મહીનાના નોટિસ પીરિયડમાં છે. ભારતીય હોકીના હાઇપરફોર્મેન્સ મેનેજર રોલેન્ટ ઓલ્ટમેન્સને નવા કોચની નિમણૂંક સુધી ટીમનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. બત્રાએ દાવો કર્યો છે કે નોબ્સે પોતે પોતાનો હોદ્દો છોડવાનો નિર્ણય કર્યો હતો કારણ કે તેમને લાગી રહ્યું હતું કે તેઓ આ પદ સાથે ન્યાય નથી કરી રહ્યા.
બત્રાએ જણાવ્યું કે તેમણે પોતે રોલેન્ટ ઓલ્ટમેન્સની સાથે થયેલી બેઠકમાં પદ છોડવાની ઓફર કરી હતી. તેમની કોચિંગ શૈલીને લઇને કેટલીક સમસ્યાઓ હતી. ઓલ્ટમેન્સનું માનવું હતું કે ઘણી જગ્યાએ તેમનાથી સારું પ્રદર્શન નથી થઇ રહ્યું અને નોબ્સ તેમાં સુધાર કરીને તેમાં સારું પરિણામ પણ લાવી નથી શકતા.
તેમણે જણાવ્યું કે અમે સાઇને સૂચના આપી દીધી છે કે અમે તેમની સેવા હવે વધુ લેવા નથી માગતા. ફિલહાલ ઓલ્ટમેન્સની પાસે પુરુષ ટીમની વધારાની જવાબદારી રહેશે. તેઓ નવો કોચની નિમણૂંક થવા સુધી ટીમના પ્રભારી રહેશે અને આ પ્રક્રિયામાં બે ત્રણ મહીના લાગી જશે.












Click it and Unblock the Notifications
