For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 વર્લ્ડકપ: દક્ષિણ આફ્રિકા સામે ભારતની અગ્નિપરિક્ષા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

india team
કોલંબો, 2 ઑક્ટોબર: ટી20 વર્લ્ડકપમાં મંગળવારે ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. આ અગ્નિ પરિક્ષામાં જોવાનું એ છે કે જે રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી એવી સ્થિતી ભારત દક્ષિણ આફ્રિકાની કરશે કે કેમ. આજે ભારતની સ્થિતી કરો યા મરો જેવી છે.

મેચ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સાથીઓ સાથે એક સ્પેશિયલ મુલાકાત યોજી પોતાની રણનીતી અંગે બધાને માહિતગાર કર્યા હતા. આમપણ મેચ દરમિયાન બધાની નજર વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી પર હશે. કારણ કે બેટીંગની મોટાભાગની જવાબદારી આ ત્રણ ખેલાડીના માથે છે. જો શરૂઆત સારી
થઇ તો મધ્યમક્રમમાં યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ અને સુરેશ રૈનાની મદદથી ઇનિંગને સંભાળવવા માટે ધોની સક્ષમ છે.

જો કે બોલીંગમાં નબળાઇ જોવા મળી રહી છે. ઝહીરખાન અને આર અશ્વિન સિવાય કોઇ દમદાર જોવા મળતું નથી. તો બીજી તરફ દક્ષિણ આફ્રિકા તરફથી હાશિમ અમલા, ઝોહાન બોથા, અને કેપ્ટન એબી ડિવીલિયર્સની વિકેટ ભારત માટે જરૂરી છે. તેમના બોલરોમાં રોબીન પીટરસન અને પરનેલ ઘણા મજબૂત છે.

ભારત- મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સહેવાગ, સુરેશ રૈના, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ, આર અશ્વિન, ઝહીર ખાન, લક્ષ્મીપતિ બાલાજી, અશોક ડિંડા

સાઉથ આફ્રિકા- એબી ડિવીલિયર્સ( કેપ્ટન), હાશિમ અમલા, ઝોહાન બોથા, જેપી ડુમિની, ફૈંફ ડ્યૂ પ્લેસિસ, જેક કાલિસ, જે મોર્કલ, એમ માર્કલ, ડબ્લ્યૂડી પરનેલ, રોબિન પીટરસન, એલ સોટસોબે

English summary
Team India will take on South Africa in T20 World Cup being played in Sri Lanka. India is in must win situation so that Mahendra Singh Dhoni is much tensed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X