For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેન્નાઇ ટેસ્ટઃ બીજા દિવસના અંતે ભારત 182/3

|
Google Oneindia Gujarati News

clarke
ચેન્નાઇ, 23 ફેબ્રુઆરીઃ ચેન્નાઇ ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 182 રન બનાવી લીધા છે. ભારત તરફથી પૂજારાએ 44, કોહલી 50 અને માસ્ટર બ્લાસ્ટર સચિને તેંડુલકરે 71 રનની ઇનિંગ રમી છે. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ્ટિસને ત્રણ વિકેટ લીધી છે. સેહવાગ ફરી એક વખત નિષ્ફળ નિવડ્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 380 રન બનાવ્યા હતા. જેમાં સર્વાધિક રન માઇકલ ક્લાર્કના હતા. માઇકલ ક્લાર્કે 130 રનની ઇનિંગ રમી હતી. ભારતની વાત કરીએ તો ભારત તરફથી આર અશ્વિને સૌથી વધારે 7 વિકેટ ઝડપી હતી.

ભારતીય બેટિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના 380 રનનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવીને 182 રન બનાવી લીધા છે. ભારતની પ્રથમ બે વિકેટ સસ્તામાં પડી હતી. પહેલી વિકેટ મુરલી વિજયના રૂપમાં પડી હતી. મુરલી વિજય 10 રન પર પેટ્ટિંસનનો શિકાર બન્યો હતો, જ્યારે સેહવાગ 2 રન પર પેટ્ટિંસનની ઓવરમાં બોલ્ડ થયો હતો. ભારતને ત્રીજો ઝટકો પેટ્ટિંસને આપ્યો હતો. પૂજારા 44 રન પર આઉટ થયો હતો. જ્યારે કોહલી 50 રન અને સચિન તેંડુલકર 71 રન સાથે રમતમાં છે. સચિને ફરી પોતાનું ફોર્મ પરત મેળવ્યું હોય તેમ હાલની તકે જણાઇ રહ્યું છે.

ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો, બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની આઠમી વિકેટના રૂપમાં ક્લાર્ક આઉટ થયો હતો અને નવમી વિકેટના રૂપમાં સિડલ આઉટ થયો છે. ક્લાર્કની વિકેટ રવિન્દ્ર જાડેજાએ જ્યારે સિડલની વિકેટ હરભજન સિંહે લીધી છે. દસમી વિકેટ લિયોનના રૂપમાં પડી હતી, જે 3 રન પર અશ્વિનનો શિકાર બન્યો હતો.

ક્લાર્ક 130 રન પર હતો ત્યારે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં તે ભુવનેશ્વર કુમારના હાથે ઝલાઇ ગયો હતો. તેણે 130 રન 246 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી ફટકાર્યા હતા. ચેન્નાઇ ટેસ્ટના પ્રથમ દિવસે વિકેટ લેવામાં નિષ્ફળ નિવડેલો હરભજન સિંહ બીજા દિવસે વિકેટ લેવામાં સફળ થયો છે. તેણે 19 રન પર રમી રહેલા સિડલને સેહવાગના હાથે ઝલાવી દીધો હતો.

ટેસ્ટના પ્રથમ દિવસે અશ્વિને છ વિકેટ ઝડપીને મહદઅંશે ઓસ્ટ્રેલિયાની હાલત કફોડી કરી નાંખી હતી, પરંતુ માઇકલ ક્લાર્કની સદી અને હેનરિક્સના 68 રનની ઇનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસના અંતે સાત વિકેટ ગુમાવીને 316 રન બનાવી લીધા હતા.

English summary
India v Australia at Chennai 2nd day, 9 wicket down of australia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X