ટીમ ઇન્ડિયાને આ પાંચ ખેલાડીઓની સાલશે ખોટ
હરારે, 23 જુલાઇઃ મહેન્દ્ર સિંહ ધોની અને પાંચ અન્ય ખેલાડીઓનો ઝલવો આપણને ઝિમ્બાવ્વે સામેની પાંચ વનડે મેચોમાં જોવા નહીં મળે. ધોની, આર અશ્વિન, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવને ઝિમ્બાવ્વે પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે. ધોનીની અવેજીમાં વિરાટ કોહલી ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.
આ શ્રેણી આવતીકાલથી શરૂ થઇ રહી છે અને આ શ્રેણીમાં ભારતની યુવા ટીમની પરીક્ષા ઝિમ્બાવ્વેની ટીમ સામે લેવાશે. ધોનીની નેતૃત્વ કુશળતાની ખોટ ચોક્કસપણે અહી સાલશે, સાથે જ બોલિંગ ક્ષેત્રમાં ભુવનેશ્વર કુમાર, ઇશાંત, ઉમેશ અને અશ્વિનની ગેરહાજરીની નોંધ લેવાશે.
જો કે, આ પાંચની અનુપસ્થિતિ કેટલાક યુવા ખેલાડીઓ માટે અવસર સમાન સાબીત થઇ શકે છે. જેમાં અંબાતી રાયડુ, પરવેઝ રસૂલ, અજિક્ય રહાણે, જયદેવ ઉનડકટ અને ચેતેશ્વર પૂજારા.

કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની
ઝિમ્બાવ્વે પ્રવાસ માટે કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીને આરામ આપવામાં આવ્યો છે. તેનું નેતૃત્વ અને મેચ વિનિંગ બેટિંગ ટીમ ઇન્ડિયાના ચાહકોને જોવા નહીં મળે.

ઉમેશ યાદવની વેધક બોલિંગ
ઉમેશ યાદવે પણ આરામ આપવામા ંઆવ્યો છે. જેના કારણે ભારતીય બોલિંગનો સામનો કરવામાં ઝિમ્બાવ્વેના બેટ્સમેનોને મહદઅંશે રાહતની લાગણી અનુભવાઇ હશે.

ભુવનેશ્વર કુમારના સ્વિંગ
ચેમ્પિયન્સ ટ્રોફી અને ટ્રાઇ સિરીઝમાં પોતાની સ્વિંગનો ઝલવો વિખરેનાર ભુવનેશ્વર કુમારને પણ ઝિમ્બાવ્વે સામેની મેચમાં આરામ આપવામા આવ્યો છે.

આર અશ્વિન
આર અશ્વિનની અનુપસ્થિતિ પરવેઝ રસૂલ માટે એક અવસર સમાન સાબિત થઇ શકે છે. પરવેઝ રસૂલ જમ્મૂ અને કાશ્મીરનો ખેલાડી છે અને એ એવો પહેલો જમ્મૂ અને કાશ્મીરનો ખેલાડી હશે કે જે ટીમ ઇન્ડિયા તરફથી રમશે.

ઇશાંત શર્મા
ઇશાંત શર્માને પણ આરામ આપવામાં આવ્યો છે. ઇશાંત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું અને એક પછી એક બે વિકેટ મેળવીને આખી બાજી પલટી નાંખી હતી.












Click it and Unblock the Notifications
