એશિયન ગેમ્સમાં ભારતે પાકિસ્તાનને હરાવી જીત્યો સુવર્ણ પદક

મેચ અંગે વાત કરવામાં આવે તો મેચના નિર્ધારીત સમયમાં ભારત અને પાકિસ્તાને 1-1 ગોલ બનાવ્યો હતો અને જે અંતિમ સમય સુધી યથાવત રહ્યો હતો. બાદમાં પેનલ્ટી શૂટઆઉટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં આકાશદીપ સિંહ, રુપિન્દર પાલ સિંહ, મનપ્રીત સિંહ અને બિરેન્દ્ર લકરાએ ગોલ ફટકાર્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી મુહમ્મદ વકાસ અને મુહમ્મદ ઉમર ભુટ્ટાએ ગોલ ફટકાર્યા હતા. આમ ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં ચાર જ્યારે બીજી તરફ પાકિસ્તાન માત્ર બે ગોલ જ નોંધાવી શક્યું હતું.












Click it and Unblock the Notifications
