For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માન્ચેસ્ટરમાં ભાવુક થઇ ટીમ ઇન્ડિયા

|
Google Oneindia Gujarati News

માન્ચેસ્ટર, 7 ઑગસ્ટઃ માન્ચેસ્ટર ખાતે ભારત અને ઇંગેલન્ડ વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ભારતે ત્રણ ફેરબદલ કરતા શિખર ધવન, મોહમ્મદ સમી અને રોહિત શર્માને પડતાં મુક્યા છે, જ્યારે તેમના સ્થાને ગૌતમ ગંભીર, વરુણ એરોન અને આર અશ્વિનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે વાત અહીં મેચ સંદર્ભિત કરવાની નથી. આપણે બધા એ વાતથી વાકેફ છીએ કે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની ફૂટબોલના બહુ મોટા ચાહક છે અને તેવામાં તેઓ વિશ્વના સૌથી જાણીત ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડની જમીન પર હોય અને તેની મુલાકાત ના લે તે કેવી રીતે બને.

ચોથી ટેસ્ટ પહેલા મહેન્દ્ર સિંહ ધોની પોતાની ટીમ સાથે માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબની મુલાકાતે ગયા હતા. ધોનીની આગેવાનીમાં ટીમના ખેલાડીએ ટૂર ગાઇડની વાતનો ધ્યાન પૂર્વક સાંભળી અને આ વચ્ચે એક પળ એવી પણ આવી કે જ્યારે ભારતીય ખેલાડીઓ ભાવુક થઇ ગયા હતા.

બીસીસીઆઇ ટીવી અનુસાર પ્રવાસની શરૂઆત માન્ચેસ્ટર યુનાઇટેડ ડ્રેસિંગ રૂમથી થઇ જ્યાં ટીમ સભ્યોની જર્સી ટિંગાળેલી હતી. ત્યારબાદ ખેલાડીઓ થિએટર ઓફ ડ્રીમ્સ પરિસર તરફ ગયા, જ્યાં ખેલાડીઓ 67000 દર્શકોની સામે રમે છે. આ અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ-
માન્ચેસ્ટર ટેસ્ટઃ ભારતીયો કરશે અઝહર-દોશી જેવો કમાલ
આ પણ વાંચોઃ- માઇકલ વૉને કહ્યું લગે રહો જિમ્મી, ભારત સામે સ્લેજિંગ ચાલું રાખ

ટીમ ઇન્ડિયાએ ગ્રૃપ ફોટો પડાવ્યો

ટીમ ઇન્ડિયાએ ગ્રૃપ ફોટો પડાવ્યો

ભારતીય ખેલાડીઓએ માન્ચેસ્ટર યુનાઇટેડના ડગઆઉટમાં ગ્રૃપ ફોટો પડાવ્યો હતો. તેમણે મેદાન પર જવાની વિશેષ અનુમતિ આપવામાં આવી હતી. અન્ય ખેલાડીઓ જ્યારે આ પળોને કેમેરામાં કેદ કરવામાં વ્યસ્ત હતા, ત્યાં બીજી તફ ધોની અને ગંભીરે અધિકારીઓ સાથે લાંબી વાતચીત કરી હતી.

મેગાસ્ટોરમાંથી કરી ખરીદી

મેગાસ્ટોરમાંથી કરી ખરીદી

ખેલાડીઓએ માન્ચેસ્ટર યુનાઇટેડ મર્ચેડાઇસ મેગાસ્ટોરમાંથી ખરીદી પણ કરી હતી. ખેલાડીઓએ મ્યનિક સુરંગની મુલાકાત લધી જે 1958ની હવાઇ દુર્ઘટનામાં માર્યા ગયેલા ક્લબના ખેલાડોની યાદમાં બની છે. ફૂટબોલ મેદાન પર ખેલાડીઓએ કેટલીક કિક પણ લગાવી. ધોની ગોલકીપર બન્યા અને તેમના સાથીઓએ કિકનો વરસાદ કરી દીધો.

ભાવુક થયા ભારતીય ખેલાડીઓ

ભાવુક થયા ભારતીય ખેલાડીઓ

ફૂટબોલ સ્ટેડિયમથી ભારતીય ટીમ માન્ચેસ્ટર યુનાઇટેડ એકેડમી માટે રવાના થયા. ત્યાં તેમને જણાવવામાં આવ્યું કે, કેવી રીતે નાના નાના બાળકોને એકેડમીમાં લાવવામાં આવ્યા અને આકરી મહેનત બાદ કેવી રીતે એ બાળકો આજે વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર બની ગયા છે. આ જોઇને ભારતીય ખેલાડીઓ ભાવુક બની ગયા હતા.

ક્રિકેટર્સને યાદ આવી જૂના વાતો

ક્રિકેટર્સને યાદ આવી જૂના વાતો

જ્યારે માન્ચેસ્ટર એકેડમીમાં કેવી રીતે સારા ફૂટબોલર તૈયાર કરવામાં આવે છે, તે જણાવવામાં આવ્યા બાદ ભારતીય ક્રિકેટર્સને પોતાના બાળપણની અને કેટલીક જૂની વાતો યાદ આવી ગઇ કે કેવી રીતે તેમણે સંઘર્ષ કરતા એક દિવસ ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન પાક્કું કર્યું.

English summary
As it prepares to lock horns with England in the fourth cricket Test here, the Indian team took a tour of 'Theatre of Dreams', home of Manchester United football club, learning about one of the greatest sporting legacies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X